રાજકોટ શહેરમાં ફાયર એનઓસી–બીયુ પરમિશનની ચેકિંગ–સિલિંગ ડ્રાઇવ અંતર્ગત ૬૦૦થી વધુ મિલકતો સીલ કર્યા બાદ શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સંકુલોના સીલ ખોલવા વ્યાપક રજુઆતો મળતા રાજકોટના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ ગત મોડી સાંજે નવી કાર્યરીતિની જાહેરાત કરી હતી જેમાં આજથી સોગંદનામું રજૂ કર્યેથી શાળા–કોલેજો અને કોચિંગ કલાસીસ તેમજ હોસ્પિટલો અને કિલનિકના સીલ ખુલશે. દરમિયાન આજે સવારથી જ પોતાની મિલકતોના સીલ ખોલાવવા અરજદારોએ ભારે ધસારો કર્યેા હતો.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એસેમ્બલી પ્રકારના એકમો કે જેમાં શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલ બિલ્ડીંગ, સમાજની વાડી વગેરેને ફાયર એનઓસી–બીયુ પરમિશન નહીં હોવાથી સીલ કરવામાં આવી હતી ત્યારબાદ જે એકમો દ્રારા ફાયર એનઓસી મેળવવા જરી સાધનો–વ્યવસ્થા ઉભી કરવા રજૂઆતો કરવામાં આવેલ તેમને ફાયર એનઓસી મેળવવા યોગ્ય કાર્યવાહી કરવા સીલ ખોલી આપવામાં આવ્યા હતા. દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિ મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, હોસ્પિટલ એકમોના પ્રતિનિધિ મંડળો તરફથી ફાયર એન.ઓ.સી. હોય તેવા એકમોનો વપરાશ કરવા કાયમી સીલ ખોલી આપવા અવારનવાર રજૂઆત મળતી હતી. તદઉપરાંત આગામી શૈક્ષણિક સત્ર આજે તા.૧૩થી શ થનાર હોય તેમજ આરોગ્ય વિષયક આવશ્યક એકમોને ધ્યાનમાં રાખી રાજકોટ મહાપાલિકા દ્રારા નિયુકત થયેલ કમિટી દ્રારા ઉપરોકત મળેલ રજૂઆત તથા પરિસ્થિતિ ધ્યાને લઇ શૈક્ષણિક સંકુલો તેમજ હોસ્પિટલોના સીલ ખોલવા અંગે નવી કાર્યરિતી મ્યુનિસિપલ કમિશનર દ્રારા ગત મોડી સાંજે જાહેર કરાઇ હતી
શૈક્ષણિક સંકુલોએ આટલું કરવાનું
શૈક્ષણિક એકમો જેવા કે સ્કૂલ, કોલેજ, પ્રી–સ્કુલ, કોચિંગ કલાસ જેમની પાસે માન્ય ફાયર એનઓસી ઉપલબ્ધ છે તેઓને (બીયુ અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે
હોસ્પિટલ સંકુલોએ આટલું કરવાનું
હોસ્પિટલ, કિલનિક, સમાજવાડી જેવા એકમો પાસે માન્ય ફાયર એનઓસી ઉપલબ્ધ છે તેઓને (બીયુ અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે
અન્ય મિલકતોએ આ કાર્યવાહી કરવાની
મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, હોટલ, થિયેટર, મલ્ટિપ્લેકસ, જીમ વિગેરે પ્રકારના એકમો માન્ય ફાયર એનઓસી તથા બીયુઅનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી સીલ ખોલવા યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની રહેશે
સ્કૂલ ચલે હમ... અવઢવ વચ્ચે શાળાઓ શરૂ
ફાયરસેટી ની દોડધામ વચ્ચે આજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર ભરની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવા શૈક્ષણિક સત્રનો પ્રારભં થયો છે. છેલ્લા દોઢ મહિનાથી શાળાના પરિસરમાં આજથી ફરીથી બાળકોનો કલરવ ગુંજી ઉઠો છે. સ્કૂલ સેફટી પોલીસીનો ચુસ્તપણે અમલ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને શાળા સંચાલકોને તાકીદ કરી છે. રાજકોટમાં સર્જાયેલ ટીઆરપી અિકાંડ બાદ એનઓસી ના નિયમોનો ઉલારીયો કરનાર શાળાઓની સીલ કરી દેવામાં આવી હતી આ દરમિયાન નવું શૈક્ષણિક સત્ર શ થવા જઈ રહ્યું હોવાથી શાળા સંચાલકો દ્રારા તંત્રને રજૂઆત કરીને બાળકોના શિક્ષણ અને અસર ન પડે તે માટે હકારાત્મક અભિગમ અપનાવવા રજૂઆત કરી હતી. કડક નિયમો અને વિવાદ બાદ ફરીથી આજથી સૌરાષ્ટ્ર્રની તમામ શાળાઓ શ કરી દેવામાં આવી છે. જોકે ફાયર સેફટી અને વિધાર્થીઓની સલામતીના નિયમોને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ તત્રં દ્રારા શાળા સંચાલકોને તાકીદ કરી દેવામાં આવી છે. આજે નવું શૈક્ષણિક સત્ર શ થતા પ્રથમ દિવસે વિધાર્થીઓ ને મીઠું મોઢું અને કુમકુમ તિલક સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી તારીખ ૨૭ થી ૨૯ જૂન દરમ્યાન સરકારી શાળાઓમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાશે તેની તૈયારી શ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ અને અધિકારીઓ ગામે ગામ જઈ ભૂલકાઓને વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવશે. નવું શેક્ષણિક સત્ર શ થતાની સાથે જ નવા વર્ષના પુસ્તકો અને યુનિફોર્મ માટે દુકાનોમાં પડાપડી લાગી હતી. આજે શાળા શ થયાના પ્રથમ દિવસે ઘણી શાળાઓમાં વિધાર્થીઓ માટે ખાસ પૂજા રાખવામાં આવી હતી.
તો ઇમ્પેકટ હેઠળ અરજી કરવાની
શૈક્ષણિક એકમો તથા હોસ્પિટલ, કિલનિક પ્રકારના એકમો જેને ફાયર રેગ્યુલેશન મુજબ ફાયર એનઓસી મેળવવાની જર નથી તેઓએ જો કોઈ અનધિકૃત બાંધકામ હોય તેને ઇમ્પેકટ હેઠળ જરી કાર્યવાહી કરવાનું સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે
એનઓસી રિન્યુ માટે ૧૫ દી'ની મુદત
હોસ્પિટલ, કિલનિક તથા શૈક્ષણિક એકમો જેવા કે સ્કુલ, કોલેજ, પ્રી–સ્કુલ, કોચિંગ કલાસ જેમની પાસે ફાયર એનઓસી છે, પરંતુ ફાયર એનઓસી રીન્યુ કરાવેલ નથી તેઓને (બીયુ અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને દિન–૧૫ માં ફાયર એનઓસી રીન્યુ કરીને રજૂ કરવાની શરતે સીલ ખોલી શકાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech