યાજ્ઞિક રોડ ઉપર જાહેરમાં ગંદકી કરતા સીમંધર ટોય્ઝ શોપ સીલ

  • April 29, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશથી યાજ્ઞિક રોડ ઉપર ગંદકી ફેલાવતી રમકડાંની દુકાન સીમંધર ટોય્ઝ શોપ સીલ કરવામાં આવી હતી. આ સાથે જ રાજકોટ મહાપાલિકા તંત્રએએવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે ગંદકી કરનાર કોઇ પણ દુકાન હશે તે સીલ થશે જ, ફક્ત ચાની હોટેલો કે પાનની દુકાનો સામે જ ઝુંબેશ નથી.

વિશેષમાં મહાપાલિકાના અધિકારી વર્તુળોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.7માં ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલી સીમંધર ટોય્ઝ શોપ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય આ બાબતે નોટીસ આપી વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. તદ્દઉપરાંત આ શોપ્ના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવી હતી તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા આજ રોજ સ્થળ તપાસ કરતાં શોપ્ની આસપાસ ખુબ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી આજે રોજ સીમંધર ટોય્ઝના સંચાલકોને નોટીસ આપીને ધી જીપીએમસી એક્ટ- 1949ની કલમ-376 એ હેઠળ શોપ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

હાલ સરકારની નિર્મળ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા આસામીઓ-ધંધાર્થીઓ સામે તેની દુકાન-ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે. જે બાબતે નોંધ લેવા જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News