અલી ફઝલ અને રિચા ચઢ્ઢાના ઘરે કિલકારી ગુંજશે

  • February 10, 2024 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લગ્નના બે વર્ષ બાદ નવા મહેમાનના આગમનના આપ્યા સારા સમાચા


અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ લગ્નના બે વર્ષ બાદ સારા સમાચાર આપ્યા છે. જેના માટે ફેન્સ અને ફિલ્મ સ્ટાર્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. આ કપલ ટૂંક સમયમાં એક બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યું છે. તેને તસવીર સાથે ક્યૂટ કેપ્શન આપીને પોસ્ટમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.


રિચા ચઢ્ઢા અને અલી ફઝલ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ્સમાંથી એક છે. બંનેએ 6 ઓક્ટોબર 2022ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. હાલમાં આ કપલે જ એક પોસ્ટ દ્વારા સારા સમાચારનું એનાઉન્સમેન્ટ કર્યું છે. રિચા અને અલી ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે.


અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેને પોસ્ટમાં બાળકના સ્વાગતના સમાચાર શેર કર્યા છે. કપલે કેપ્શનમાં લખ્યું છે કે, ‘નાના દિલનો અવાજ દુનિયામાં સૌથી મોટો છે.’ આ સાથે તેને બે તસવીરો પણ શેર કરી છે. ફોટામાં 1+1=3 લખેલું છે. જ્યારે બીજી તસવીરમાં બંને સાથે જોવા મળે છે.

અલી અને રિચાની પોસ્ટ પર તમામ સ્ટાર્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે અને તેમને અભિનંદન આપી રહ્યા છે. કૃતિ ખરબંદા, મૃણાલ ઠાકુર, દિયા મિર્ઝા, રસિકા દુગ્ગલ, આયુષ્માન ખુરાના, કરિશ્મા તન્ના, મિની માથુર, કુશા કપિલા, ઝરીન ખાન, આયરા ખાન, શ્વેતા બાસુ પ્રસાદ સહિતના ઘણા સ્ટાર્સ અભિનંદન આપી રહ્યા છે. આ સારા સમાચારે ફેન્સને ખુશ કરી દીધા છે.


આ સ્ટાર્સ પણ બનવાના છે માતા-પિતા

હાલમાં જ બોલિવુડ એક્ટ્રેસ યામી ગૌતમે પણ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. યામી અને આદિત્ય ધર પણ એક બાળકના માતા-પિતા બનવાના છે. તાજેતરમાં વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે તેમના ઘરે એક છોકરાનું સ્વાગત કર્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News