રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેન સાથે મળીને ઉજવે છે પરંતુ દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવતા જવાનોને રક્ષા બંધન કરવા એક રાખી ફૌજી કે નામ અભિયાન અંતર્ગત ભાવનગરના સ્કાઉટ ગાઈડએ ૨૧૦૦ રાખડી મોકલી છે.
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ બાળકોમાં શિસ્ત, સાહસ અને રાષ્ટ્રપ્રેમ માટે કાર્યરત છે. સરહદ પરના જવાનોને છેલ્લા પાંચ વર્ષથી ભાવનગરના સ્કાઉટ ગાઈડ માત્ર રાખડી જ નહીં સાથે શુભેચ્છા પત્ર પણ મોકલી અને પોતાની લાગણી વ્યક્ત કરતા હોય છે. આ વર્ષે ૨૧૦૦ રાખડી જાતે તૈયાર કરીને આ વિદ્યાર્થીઓએ મોકલાવી છે. શહેરની દક્ષિણામૂર્તિ કુમાર મંદિર, ગિજુભાઈ કુમાર મંદિર, વિદ્યાધીશ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સ્વામિનારાયણ ગુરુકુળ, જ્યોતિ મહિલા વિદ્યાલય, ટીબી જૈન ક્ધયાશાળા, નંદકુવરબા ક્ષત્રિય ક્ધયા વિદ્યાલય, એમ એસ બી શાળા નંબર ૬૯, વિવેકાનંદ રોવર્સ ક્રુ, રાણી લક્ષ્મીબાઈ રેન્જર્સ ટીમ સહિતની સંસ્થાઓના બાળકોએ ચાર દિવસ વર્કશોપ દરમિયાન આ રાખડીઓ બનાવી હતી. સાથે સૈનિકોને સંબોધીને શુભેચ્છા પત્ર પણ તેમણે જાતે જ લખ્યા હતા. વર્કશોપ દરમિયાન ડો,નલિનભાઈ પંડિત, નિશિતભાઈ મહેતા, દિલીપભાઈ વ્યાસ, વિશાલભાઈ ત્રિવેદી વિગેરેએ શુભેચ્છા મુલાકાત લઇ સ્કાઉટ ગાઈડને પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે પંડિત દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં દર્શનાબેન ભટ્ટ, અજયભાઈ ભટ્ટ, અલ્પાબેન જાની, નેતલબેન ગોંડલીયા સીનીયર સ્કાઉટ ગાઈડ, રોવર્સ રેન્જર્સ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech