ખંભાળિયામાં હોમ ગાર્ડઝ સ્થાપના દિને નિમિત્તે તા. 6 ડિસેમ્બરના રોજ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા હોમ ગાર્ડ કમાન્ડન્ટ સંદિપ ખેતિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રકારના સામાજિક સંદેશના પ્રચાર સાથેના બેનરો અને સ્લોગન એવા સ્વછતા અભિયાન, જળ એ જ જીવન, બેટી બચાવો બેટી પઢાવો, વ્યસન મુક્તિ, વિગેરે બેનરો સાથેની આ રેલી અહીંના જોધપુર ગેઈટ ચોકમાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરી, સુતરની આંટી પહેરાવીને પ્રારંભ થઈ હતી. જે શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફરીને સંપન્ન થઈ હતી.
ત્યાર બાદ રમતોત્સવમાં જિલ્લા કક્ષાએ અગ્ર નંબર આવેલા યુવાઓનું સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પછી તાજેતરમાં નિવૃત્ત થયેલા હોમગાર્ડઝના પૂર્વ ઓફિસર કમાન્ડિંગ મલકાનભાઈ તથા રાવલભાઈનું તેમની સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર સહિત આ સાંસદોનો સમાવેશ
December 18, 2024 11:38 PMH1- B Visa Rules: અમેરિકા જનારાઓ માટે સારા સમાચાર! વિઝાના નિયમો બદલાયા
December 18, 2024 11:36 PMમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech