યાદશક્તિ વધારતું પ્રોટીન બનાવવામાં વૈજ્ઞાનિકોને સફળતા

  • November 20, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વધતી ઉંમર કે બીમારીઓને કારણે લોકોની યાદશકિત નબળી પડી જાય છે. ઇટાલીની કેથોલિક યુનિવર્સિટી અને ફાડાઝિઓન પોલિકિલનિકો યુનિવર્સિટી એ. જેમેલીના વૈજ્ઞાનિકોએ યાદશકિત વધારતું પ્રોટીન વિકસાવ્યું છે. આનુવંશિક રીતે સંશોધિત પ્રોટીન રેપામિસિન સાથે સક્રિય થાય છે. વૈજ્ઞાનિકોની આ સફળતાથી અનેક ન્યુરોસાયકિયાટ્રીક રોગોની સારવાર કરી શકાશે.

સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, લિમ્ક–૧ પ્રોટીન ન્યુરોન્સમાં માળખાકીય ફેરફારો નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આને કારણે, ન્યુરલ નેટવર્કમાં માહિતીનું પ્રસારણ વધે છે. આ શીખવાની અને યાદશકિતની પ્રક્રિયાઓને વધારે છે. કેથોલિક યુનિવર્સિટીના સહયોગી પ્રોફેસર ક્રિશ્ચિયન રિપોલી કહે છે કે આ સફળતાની ચાવી જિનેટિકસ અને કેમિસ્ટ્રીનું સંયોજન છે. આનાથી આયુષ્ય વધારી શકાય છે. તે મગજ પર ફાયદાકારક અસર કરે છે.

અભ્યાસના વરિ લેખક પ્રો. કલાઉડિયો ગ્રાસી કહે છે કે મેમરી એક જટિલ પ્રક્રિયા છે. આમાં સિનેપ્સમાં ફેરફારનો સમાવેશ થાય છે. લિમ્ક –૧ ને નિયંત્રિત કરીને સિનેપ્ટિક પ્લાસ્ટિસિટીને પ્રોત્સાહન આપી શકાય છે. આનાથી યાદશકિત વધારી શકાય છે. અભ્યાસના અન્ય લેખક ક્રિશ્ચિયન રિપોલીના જણાવ્યા અનુસાર આનુવંશિક પ્રોટીન તબીબી ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. અલ્ઝાઈમર જેવા ન્યુરોડિજનરેટિવ રોગોની સારવાર આનાથી કરી શકાય છે. આ અંગે હજુ પણ વધુ અભ્યાસની જરૂર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application