યુધ્ધ અને સંઘર્ષનો શિકાર બની રહી છે શાળાઓ..!

  • September 18, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણે ઘણીવાર બાળકોને ભાર વગરનું ભણતર મળે તેવા પ્રયત્નો કરતા હોઈએ છીએ અને આપણે એમ પણ કહીએ છીએ કે દરેક બાળકને શિક્ષણનો અધિકાર છે. તેના માટે શાળામાં અને તેની આસપાસ સલામત વાતાવરણ હોવું પણ જરી છે. જોકે હજુ પણ યુદ્ધ અને કટોકટીના સંજોગો લાખો બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ મેળવતા અટકાવી રહ્યા છે. ગ્લોબલ કોએલિશન ટુ પ્રોટેકટ એયુકેશન ફ્રોમ નોવેલ એટેક (ઋઈઙઊઅ) અનુસાર ગત વર્ષે શૈક્ષણિક સંસ્થાઓ પર વિધાર્થીઓ, શિક્ષકો અથવા બાળકો દ્રારા ૩,૦૦૦ થી વધુ હત્પમલા થયા હતા. વર્ષ ૨૦૨૧ની સરખામણીમાં આ હત્પમલાઓમાં ૧૭ ટકાનો વધારો થયો છે.


ઉલ્લેખનીય છે કે રશિયાના હત્પમલાથી યુક્રેનમાં શાળાઓની હાલત દયનીય બની ગઈ છે. અહીંની શૈક્ષણિક સંસ્થાઓએ બોમ્બ ધડાકા અને તોપમારાનો સામનો કરવો પડો છે, જેમાં ૧,૩૦૦ થી વધુ શાળાઓ સંપૂર્ણપણે ધ્વસં થઇ ગઈ છે . યુક્રેનમાં લગભગ ૫૭ લાખ સ્કૂલનાં બાળકોનું શિક્ષણ ખોરવાઈ ગયું છે. લશ્કરી હેતુઓ માટે શાળાઓનો ઉપયોગ કરતી સશક્ર દળોની સંખ્યામાં પણ ૨૦૨૨ માં વધારો થયો છે. ગયા વર્ષે આવા ૫૧૦ થી વધુ કેસ નોંધાયા હતા. શાળાઓ પરના મોટાભાગના હત્પમલાઓમાં લક્ષિત શક્રો અને અંધાધૂંધ વિસ્ફોટક શક્રોનો ઉપયોગ થતો હોય છે, જેનાથી વ્યાપક નુકસાન થાય છે.

શિક્ષણને તાકીદે સુરક્ષાની જર
ગત વર્ષે હત્પમલામાં થયેલો ચિંતાજનક વધારો લાંબા ગાળે શિક્ષણને સુરક્ષિત રાખવાની જરિયાત દર્શાવે છે. જેમાં પણ શાળાઓ અથવા યુનિવર્સિટીઓ નજીકના રહેણાંક વિસ્તારોમાં વિસ્ફોટક હથિયારોનો ઉપયોગ બધં કરવો જરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application