પુનામાં લેડીઝ ટોયલેટમાં CCTV લગાવવા બદલ શાળાના આચાર્યને દોડાવી-દોડાવીને કરી ધોલાઈ 

  • July 07, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પુણેની એક શાળામાં છોકરીઓના ટોયલેટમાં સીસીટીવી કેમેરા લગાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ મોટો વિવાદ સર્જાયો હતો. વાલીઓ શાળાએ પહોંચ્યા અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની સાથે કેમેરાને વહેલી તકે હટાવવાની માંગણી કરવા લાગ્યા. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે શાળા પ્રશાસનની જાણમાં આવું કરવામાં આવ્યું છે.



શાળાના આચાર્યની ધોલાઈ કરી

બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોને આ ઘટનાની જાણ થતાં જ તેઓ ડીવાય પાટીલ સ્કૂલમાં પહોંચ્યા અને હંગામો શરૂ કર્યો અને પ્રિન્સિપાલનો પીછો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલ પર પણ ભણાવવા કરતાં ખ્રિસ્તી ધર્મનો વધુ પ્રચાર કરવાનો આરોપ લાગ્યો છે. આ સાથે હિન્દુ તહેવારોના દિવસે બાળકોને રજા આપવામાં આવતી ન હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.




છોકરીઓના વોશરૂમમાં સીસીટીવી


તાલેગાંવની ડી.વાય.પાટીલ શાળાની ગણના પ્રતિષ્ઠિત શાળાઓમાં થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે જૂન મહિનામાં રજાઓ દરમિયાન છોકરીઓના વોશરૂમમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જુલાઇના પ્રથમ સપ્તાહમાં જ્યારે છોકરીઓ શાળાએ ગઈ ત્યારે તેઓએ વોશરૂમમાં કેમેરા લગાવેલા જોયા અને ઘરે જઈને તેમના માતા-પિતાને ફરિયાદ કરી.


પ્રિન્સિપાલને માર મારવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે પોલીસમાં લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી એફઆઈઆર નોંધાઈ નથી. મામલો સામે આવ્યા બાદ શાળા પ્રશાસને પ્રિન્સિપાલને લાંબી રજા પર મોકલી દીધા છે. હાલમાં શાળા પ્રશાસન દ્વારા ગર્લ્સ ટોયલેટમાંથી સીસીટીવી કેમેરા હટાવી દેવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application