ખેતર પર ગ્રેડિંગ, શોર્ટીંગ, પેકિંગ એકમ ઉભા કરવા માટેની સહાયની યોજના, ઓનલાઈન વેબ સાઇટ પર કરવાની રહેશે અરજી

  • September 01, 2023 10:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાગાયતી ખેતી કરતા ખેડુતોએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે http://ikhedut.gujarat.gov.in વેબ સાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.  


આ માટે યોજના શરૂ કરવામાં આવી

બાગાયતી પેદાશોની કાપણી પછી સંગ્રહ કરી ગ્રેડિંગ, શોર્ટીંગ, વોશિંગ અને પેકિંગ તેમજ મુલ્યવર્ધન કરીને વેચાણ કરે તો તેને સારા બજાર ભાવ મળી રહે તેમ છે. આ માટે ફળ, શાકભાજી, મસાલા પાકો અને ફુલ પાકોના કાપણી તથા કાપણી પછી કામ ચલાઉ સંગ્રહ અને ગ્રેડિંગ, શોર્ટીંગ, પેકેજિંગ તથા મુલ્યવર્ધન થઇ શકે તેવા એકમો ખેતર પર ઉભા કરવા માટે નવી યોજના આ વર્ષે ચાલુ કરવામાં આવી છે. 


આ લોકોને સહાય મળવા પાત્ર

જે લાભાર્થી દીઠ તેમજ ખાતાદીઠ આજીવન એક જ વાર આપવામાં આવશે. બાંધકામમાં ૫૦ ચો.મીટર કે તેથી વધુ એકમ ઉભુ કરવા માળખાકીય સુવિધા માટે થતા રૂ. ૩.૦૦ લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઇ મહતમ ૫૦ ટકા અથવા મહતમ રૂ.૧.૫૦ લાખ/એકમ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવા પાત્ર રહેશે. અને ગ્રેડિંગ, શોર્ટીંગ, વજન કરવાના પેકિંગ, વોંશિંગ, પ્રાથમીક મુલ્યવર્ધન, સંગ્રહ માટે ક્રેટ્સ તથા બીન્સ/પેલેટ્સ સહિતના સાધનોમાં માટે રૂ. ૧.૦૦ લાખ ખર્ચને ધ્યાને લઇ ખર્ચના મહતમ ૫૦ ટકા અથવા મહતમ રૂ.પચાસ હજાર જે બે માંથી ઓછુ હોય તે સહાય મળવાપાત્ર છે. વધુ માહિતી માટે સંબંધિત જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવા સંયુક્ત બાગાયત નિયામક આર. એચ. લાડાણી તથા મદદનીશ બાગાયત નિયામક બ્રિજેશ જેઠલોજા રાજકોટનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application