ગુરૂકુળ મહિલા કોલેજમાં સ્કેનિંગ ધ શોર્ટ ફિલ્મ કાર્યક્રમ યોજાયો

  • August 30, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની ગુ‚કુળ મહિલા કોલેજના અંગ્રેજી વિભાગના સ્ટડી સર્કલ દ્વારા સ્કેનિંગ ધ શોર્ટ ફિલ્મ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રવર્તમાન સમય શિક્ષણ સાથે ટેકનોલોજીના યોગ્ય સમન્વય દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનો હોય ત્યારે ગુ‚કુળ મહિલા કોલેજના અંગ્રેજી વિભાગના ’વિલિયમ શેકસપિયર’ સ્ટડી સર્કલ દ્વારા એક અનેરો જ્ઞાન પ્રાપ્ત કરતો કાર્યક્રમ સ્કેનીંગ ધ શોર્ટ ફિલ્મ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શ‚આતમાં જાનવી કણજરીયાએ વેલકમ સ્પીચ આપી હતી,ત્યારબાદ સંસ્કૃતિ કારાવદરાએ લોર્ડ્સ પ્રેયર કરાવેલી.આ અનુસંધાને કોલેજની વિદ્યાર્થિનીઓને અલગ અલગ ’ધી આધર પેર’, ’ગિફ્ટ’, ’બિલિવ યોરસેલ્ફ’ વગેરે જેવી શોર્ટ ફિલ્મ્સ પ્રોજેકટરના માધ્યમથી બતાવવામાં આવેલી તથા તેઓને આ ફિલ્મ દ્વારા શું શું જાણવા મળ્યું અને ક્યા સંદેશાઓ આ ફિલ્મમાં છે તથા તેમાં કઈ પ્રકારની ટેકનિક દિગ્દર્શક દ્વારા પ્રોયજવામાં આવેલી તેની માહિતીઓ વિદ્યાર્થીઓ દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય સાધનની મદદથી મેળવવામાં આવેલી હતી અને જરૂર પડે ત્યાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. કેતકી પંડ્યા અને અધ્યાપક ડો.નયન ટાંક દ્વારા વિસ્તૃત માહિતી અને ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને ફિલ્મ દ્વારા પણ સાહિત્યનું જ્ઞાન કઈ રીતે મેળવી શકાય તેનો વિચાર રજુ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને ટેકનોલોજી સંદર્ભે સહાય અધ્યાપક ડો.અરફાત સૈયદ અને અદિતિ દવે દ્વારા પુરી પાડવામાં આવી હતી.ફિલ્મ દ્વારા શિક્ષણના પ્રયોગને કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગર દ્વારા બિરદાવવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આ પ્રકારના જ્ઞાનવર્ધક કાર્યક્રમો કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિંદિયા ગોસ્વામી દ્વારા કરવામાં આવેલું હતું અને આભારદર્શન દિયા દેવમુરારી દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત તમામ બહેનોએ આ કાર્યક્રમમાં  કુતુહલ સાથે ભાગ લઈ પોતાના અવલોકનો આપ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડો. કેતકી પંડ્યા, ડો. નયન ટાંક, ડો. અરફાત સૈયદ, અદિતિ દવે,પારૂલ શુક્લા તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિઓ રેખા ભુતીયા, રાજી પરમાર, ખુશી જોશી, જાન્શી હોદાર વગેરેએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application