બેટી રામપરા ગામના પાટીયા પાસે રાત્રિના અહીં અવાવા જગ્યાએ સીંગતેલ ભરેલું ટેન્કર ઉભું રાખી તેમાંથી સીંગતેલની ચોરી કરવામાં આવી રહી હતી. દરમિયાન એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ અહીં પહોંચતા એક શખસ નાસી ગયો હતો યારે અન્ય શખસને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે અહીંથી પિયા ૧૦,૫૦૦ ની કિંમતનું ૭૦ કિલો સીંગતેલ બે કેરબા, બે ડબ્બામાં રાખેલું હોય તે તથા સીંગતેલ ભરેલું ટેન્કર સહિત કુલ પિયા ૪૪.૪૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પકડાયેલા ટેન્કર ચાલક બિહારી શખસની પૂછપરછ કરતા નાસી જનાર શખસ બેટી રામપરા ગામમાં રહેતો હોવાનું માલુમ પડું હતું અને તે આ શખસને સિંગતેલનો ડબ્બો અડધા ભાવે એટલે કે પિયા ૧૫૦૦માં વેચતો હોવાની કબુલાત આપી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ જી.એસ.ગામીતની રાહબરી હેઠળ પી.એસ.આઇ એ.કે.રાઠોડ તથા તેમની ટીમ જેમાં હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ તળાવીયા,બી.બી.ડોડીયા,કોન્સ્ટેબલ નરેશભાઈ સહિતનો સ્ટાફ રાત્રિના પેટ્રોલિંગમાં હતો દરમિયાન એવી બાતમી મળી હતી કે, રાજકોટ અમદાવાદ હાઈવે પર બેટી રામપરા ગામ નજીક ભારત બેન્ઝ શોમથી આગળ ખાધ તેલ ભરેલ એક ટેન્કર રોડ સાઈડમાં અવાવ જગ્યાએ ઊભું રાખી તેમાંથી ખાધતેલની ચોરી કરવામાં આવી રહી છે.
આ બાતમીના આધારે પોલીસની ટીમ તાકીદે અહીં પહોંચી હતી. દરમિયાન અહીં રોડની સાઈડ પર અવાવ જગ્યાએ ટેન્કર પડું હોય જેની પાસે બે શખસો ઊભા હતા જેમાં એક શખસના હાથમાં મોબાઈલ હોય અને તેની લેશલાઇટ ચાલુ હોય દરમિયાન પોલીસે પડકારતા આ શખસ નાસી ગયો હતો યારે અન્ય એક શખસને પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલા આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ ધર્મેન્દ્રકુમાર રામલમણ બાઈઠા (ઉ.વ ૨૯ રહે બધારી જિ. સીતામઢી, બિહાર) અને પોતે ટેન્કર ચાલક હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેન્કર નંબર જોતા તેનો નંબર જીજે ૩બીવી ૯૬૩૮ હોય અને તેમાં સિંગતેલ ભયુ હોવાનું માલુમ પડું હતું.
પકડાયેલા આ શખસની પોલીસે પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે, પોતે ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં આવેલ તુલસી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી સિંગતેલ ટેન્કરમાં ભયુ હતું અને તે મધર ડેરી જીઆઇડીસી ચંદીસર પાલનપુર લઈ જવાનું હતું. નાસી ગયેલ શખસ બેટી રામપરા ગામે રહેતો જીવરાજ સામંતભાઈ મકવાણા હોય અહીં રસ્તામાં ટેન્કર સાઈડમાં રાખી આ બિહારી શખ્સ તેને સિંગતેલના ડબ્બા ૧૫૦૦ લેખે વેચવા આપવાનો હતો. જે માટે તેઓ અહીં ટેન્કરમાંથી સિંગતેલની ચોરી કરી રહ્યા હતા. પોલીસે અહીં તપાસ કરતા કુલ બે કેરબામાં તથા બે પતરાના ડબ્બામાં ૭૦ કિલો સીંગતેલ જેની કિંમત પિયા ૧૦,૫૦૦ ભયુ હોય પોલીસે સીંગતેલનો આ જથ્થો તથા ટેન્કર સહિત કુલ પિયા ૪૪,૪૭,૪૬૯ નો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા બેટી રામપરાના જીવરાજ સામતભાઈ મકવાણા અને ટેન્કર ચાલક બંને સામે ગુનો નોંધી જીવરાજને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech