દેશની રાજધાની દિલ્હીમાં એક મોટા અને આંતરરાષ્ટ્રીય કિડની રેકેટનો પદર્ફિાશ થયો છે. દિલ્હી પોલીસે આ કેસમાં યથાર્થ હોસ્પિટલની મહિલા ડોક્ટર સહિત 7 લોકોની ધરપકડ પણ કરી છે. બાંગ્લાદેશથી રાજસ્થાનમાં ચાલતા આગેરકાયદે કિડની રેકેટને ચલાવવા બદલ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 50 વર્ષની મહિલા ડોક્ટરની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ મહિલા ડોક્ટરે 15 થી 16 ઓપરેશન કયર્િ હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર માનવ કિડનીનો આ કાળો કારોબાર બાંગ્લાદેશથી ચાલતો હતો પરંતુ ઓપરેશન ભારતમાં કરવામાં આવતું હતું. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રેકેટ દરેક ટ્રાન્સપ્લાન્ટ માટે 20-30 લાખ રૂપિયા લેતું હતું. અંગ ટ્રાન્સપ્લાન્ટ રેકેટના દાતા અને મેળવનાર બંને બાંગ્લાદેશના હતા.
આ રેકેટ માટે બાંગ્લાદેશના લોકો ડાયાલિસિસ સેન્ટરમાં જતા હતા અને જોતા હતા કે કયા દર્દીને કિડનીની જરૂર છે અને તેની ક્ષમતા કેટલી છે. એકવાર દર્દી 25 થી 30 લાખ રૂપિયા ચૂકવવા તૈયાર થઈ જાય, પછી તે તેને ભારતીય મેડિકલ એજન્સી દ્વારા સારવાર માટે ભારત મોકલતા હતા.
આ મહિલા ડોક્ટરની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 4 દિવસ પહેલા દિલ્હીથી જ ધરપકડ કરી હતી. મામલો સામે આવ્યા બાદ એપોલો હોસ્પિટલે મહિલા ડોક્ટરને સસ્પેન્ડ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક દાતાઓએ એવું પણ જણાવ્યું હતું કે તેમને નોકરીના નામે ભારત લાવવામાં આવ્યા હતા અને પછી તેમની કિડની અહીં કાઢી નાખવામાં આવી હતી.
પોલીસે પકડેલા આરોપીઓમાં વચેટિયાનો પણ સમાવેશ થાય છે. જે હોસ્પિટલમાં આ સર્જરી થઈ હતી તે નોઈડાની મોટી હોસ્પિટલ છે. આ છેતરપિંડીનો પદર્ફિાશ થયા બાદ હોસ્પિટલ અને ડોક્ટર પર સવાલો ઉઠી રહ્યા છે. લોકો માટે ડોક્ટર ભગવાનથી ઓછા નથી. પરંતુ જ્યારે પણ કોઈ આવા સમાચાર સાંભળે છે ત્યારે તેનો ડોક્ટર પરથી વિશ્વાસ ઉઠી જાય છે.
નોકરીના નામે બાંગ્લાદેશથી લોકોને લાવવામાં આવ્યા હતા
આ રેકેટના લોકો કેટલાક ગરીબ બાંગ્લાદેશીઓને પકડીને પૈસાની લાલચ આપીને તેની કિડની દાન કરવા માટે તૈયાર કરતા હતા. ત્યારબાદ તેઓ તેને ફસાવીને ભારત લાવતા હતા અને તેને કિડનીની જરૂરિયાતવાળા દર્દીના સંબંધી તરીકે બોલાવતા હતા. આ પછી, તે વ્યક્તિના નકલી દસ્તાવેજો બનાવીને, તેઓ મહિલા ડોક્ટર દ્વારા તેની કિડની કાઢી લેતી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech