ખંભાળીયામાં ખાનગી વાહનો ભાડે રાખી બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ

  • May 29, 2024 11:41 AM 


સલાયા અને નવાગઢના બે શખ્સોની 18 લાખના મુદામાલ સાથે ધરપકડ



ખાનગી વાહનો ભાડે રાખી માલિકની જાણ બહાર આ વાહનો વેચાણ કરીને છેતરપીંડી આચરનારા બે શખ્સોને દ્વારકા એસઓજીની ટુકડીએ દબોચી લઇ 18 હજારની કિંમતના 5 વાહનો કબ્જે કર્યા હતા અને આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે એ દિશામાં ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.


રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા એસપી નિતેશ પાંડેય  દ્વારા દ્વારકા જિલ્લામાં બનતા મિલકત સબંધી તેમજ શરીર સબંધી ગુનાઓમાં ત્વરીત કાર્યવાહી કરવા ઇન્ચાર્જ પીઆઇ પી.સી. સીંગરખીયાની સુચના તથા માર્ગદર્શન મુજબ એએસઆઇ રાજેન્દ્રીસંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ રણમલભાઇ પરમાર, કિશોરસિંહ જાડેજા, હરદીપસિહ જાડેજા, પો.કોન્સ કૃષ્ણરાજસિંહ જાડેજા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન બાતમીદારો મારફતે હકીકત મળેલ કે, સલાયામાં રહેતા સાહીલ ઉર્ફે નાસીર ગજણ તથા ઉમેદ ઉર્ફે બાવ રહે. જેતપુરવાળા ઇસમો સાથે મળી દેવભુમી દ્વારકા જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વાહન ચાલકોને તેઓની માલીકીના વાહન ભાડે રખાવી માસીક મોટી રકમ ભાડુ આપવાની લાલચ આપી વાહનો ભાડે રાખી અને  વાહન માલીકની જાણ બહાર છેતરપીંડી આચરી વિશ્ર્વાસઘાત કરી વાહનો વેચવાનુ કૌભાંડ આચરી રહયા છે અને હાલ નાશીર સલાયા આવનાર છે.

જે બાબતે સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા એ પાર્ટના  કલમ 406, 420 મુજબનો ગુનો નોંધાયેલ હોય જેથી વોચમાં હોય તે દરમ્યાન ઇસમ મળી આવેલ જેનુ નામઠામ પુછતા સાહીલ ઉર્ફે નાસીર કાસમ ગજણ (ઉ.વ.25) રહે. સલાયા અહેમદનગર, તા. ખંભાળીયા, જી. દ્વારકાવાળો હોવાનું જણાવ્યુ હતું વધુ પુછપરછમાં  આરોપીએ વાહન ચાલકોને મોટુ ભાડુ આપવાની લાલચ આપી માતી સુઝુકી કંપનીની ઇકકો કાર 4, અટીંગા 1, મળી કુલ 5 વાહનો જેતપુરના નવાગઢ ખાતે રહેતા ઉમેદ ઉર્ફે બાવ બાઉદીન જુણેજા રહે. નવગાગઢ ગામ, ઇલાહી ચોક, જેતપુરવાળાને ઓછી કિંમતે વેચાણ કરી નાખી હોવાનુ જણાવેલ આથી ધોરણસર અટક કરી આરોપીના કબ્જામાંથી કુલ 5 વાહનો કિ. 18 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application