જામનગર નજીક મોટીખાવડી સ્થિત ખાનગી કંપનીની સેવામાં રહેલી એમ્બ્યુલન્સમાં ઇંધણ ભરાવા માટેનું કૌભાંડ

  • October 30, 2023 11:15 AM 

હંગામી કર્મચારી સહિત બે શખ્સોએ પેટ્રોલ-ડીઝલના ૯.૭૮ લાખના ખોટા બીલો બનાવી છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ



જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલી એક ખાનગી કંપનીમાં સેવા અર્થે મુકાયેલી એમ્બ્યુલન્સ અને તેના જનરેટરમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે હંગામી કર્મચારી દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોવાની અને રૂપિયા ૯.૭૮ લાખની છેતરપીંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જે મામલે મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આ ફરિયાદ અંગે ના બનાવની વિગત એવી એવી છે કે મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાં એમ્બ્યુલન્સ સેવા માટે મૂકવામાં આવેલી છે, જે  જી.જે. ૧૦- ટી. ટી. ૭૦૮૪ નંબરની એમ્બ્યુલન્સમાં કામ ચલાઉ કર્મચારી તરીકે મોટી ખાવડીમાં રહેતા અભય કિરીટ કુમાર કેશોરની નિમણૂક કરવામાં આવી હતી. જેણે પોતાના સાગરીત વસઈ ગામમાં રહેતા જૂનુશ અલી ભાઈ શમા સાથે કારસ્તાન રચીને કંપની સાથે છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો હતો. એમ્બ્યુલન્સમાં પેટ્રોલ અને જનરેટરમાં ડીઝલ ભરાવા માટે થઈને અલગ-અલગ સમયે કુલ ૯,૭૮,૪૧૫ ના બીલો રજૂ કર્યા હતા અને  કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.


જે સમગ્ર મામલો મેઘપર- પડાણા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પ્રતીકકુમાર પ્રવીણકુમાર જોશી દ્વારા અભય કિરીટભાઈ અને તેના સાગરિત જૂનુસ શમા સામે ૯,૭૮,૪૧૫ ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application