Say No To Drugs : રાજકોટ શહેર પોલીસ અને બિંગ યુનાઈટેડના સયુંકત ઉપક્રમે યોજાઇ સાયકલોથોન

  • October 02, 2023 01:02 PM 

Say No To Drugs : રાજકોટ શહેર પોલીસ અને બિંગ યુનાઈટેડના સયુંકત ઉપક્રમે યોજાઇ સાયકલોથોન

રાજકોટ શહેર પોલીસ તથા બિંગ યુનાઇટેડના સંયુક્ત ઉપક્રમે આજે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતિના દિવસે યુવા વર્ગ માટે જાગૃતિ અભિયાનના ભાગરૂપે આ સાયકલોથોન યોજાઇ હતી. સાયકલોથોન દ્વારા યુવા વર્ગને જાગૃત કરવાનો એક પ્રયાસ કરાયો છે. રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમથી સાયકલોથોન શરુ કરવામાં આવી હતી. ગાંધી મ્યુઝિયમથી બહુમાળી સર્કલ સુધી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના વિવિધ માર્ગોથી સાયકલોથોન પસાર થઈ હતી. SAY NO TO DRUGSના બેનરો સાથે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જેમાં રાજકોટ મેયર નયનાબેન પેઢડિયા અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ સાયકલોથોનને લીલી ઝંડી આપી હતી. સાથે જ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા સંદેશ અપાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application