રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રની પ્રથમ નવનિર્મિત કેથલેબનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

  • September 04, 2023 11:30 AM 


રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રૂા.10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક કેથલેબ અને ૨૫ ઈલેકટ્રીક બસનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  સિવિલ હોસ્પિટલમાં પી.એમ.એસ.એસવાય બિલ્ડીંગના પાંચમાં માળે તૈયાર કરવામાં આવેલ કેથલેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેથલેબ  સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ લેબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છ હદયરોગના દર્દીઓને રાહતદરુ સારવાર પ્રાપ્ત થશે.



સિવિલ હોસ્પિટલમાં  પી.એમ.એસ.એસ.વાય.બિલ્ડીંગમાં પાંચમા માળે સુપર સ્પેશ્યાલિટી હ્રદય રોગ વિભાગમાં અતિ આધુનિક કેથ લેબ તેમજ 2D ઇકો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. સતત વધતા જતાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર - કચ્છનાં દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે.  



 આ અતિ આધુનિક કેથ લેબમાં હ્રદયરોગના જટિલ ઓપરેશન જેવા કે એન્જીયોગ્રાફી, કોમ્પ્લેક્ષ એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર તેમજ હૃદય સંબંધિત અન્ય તમામ બીમારીઓનું નિદાન તેમજ સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત કરવામાં આવશે.


​​​​​​​
 હૃદય વિભાગમાં આગવી સુવિધાઓ અંગે ડો. ત્રિવેદીએ કહ્યું હતું કે, અહીં કોરોનરી એન્જીયોગાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી, હૃદયની નળીઓની દૂરબીન વડે તપાસ, હૃદયના પમ્પિંગમાં સુધારો કરવા માટેનું ડીવાઈસ, કોરોનરી ધમનીઓમાં સંકુચિત સ્ટેનોસિસ કેટલું ખરાબ છે તે શોધવા માટેની પ્રક્રિયા, હ્રદય સંબંધિત ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં નિદાન તેમજ સારવારની સુવિધા ઉપલબ્ધ બનશે.

 આશરે રૂ. ૧૦ કરોડના ખર્ચે નિર્મિત કેથલેબ- કાર્ડિયોલોજી વિભાગમાં ડિજીટલ મેમોગ્રાફી સીસ્ટમ, કમ્પ્યુટરાઈઝ્ડ રેડિયોગ્રાફી યુનિટ ટી.એમ.ટી મશીન, કાર્ડિયોવાસ્ક્યુલર ઇલેક્ટ્રોફોરેસીસ અને રેડીયોફ્રિકવન્સી એબલેશન સીસ્ટમ, ૧૨ ચેનલ ઈ.સી.જી. મશીન, OCT & FR ઇન્ટિગ્રેટેડ સીસ્ટમ, હાઇ એન્ડ ઇકોકાર્ડિયોલોજી સીસ્ટમ (4b Echo), પોર્ટેબલ ઇકોકાર્ડિયોલોજી સીસ્ટમ, ઇકોકાર્ડિયોગ્રાફી સીસ્ટમ વીથ એડવાન્સ 2D ફેસીલીટી સિંગલ પ્લેન કાર્ડિયોવાસ્ક્યુલર કેથેરીસેશન વીથ ડિજીટલ સબટ્રેકશન એનજીઓગ્રાફી લેબ, ૩D મેપિંગ, પોર્ટેબલ કલર ડોપલર, 800 mA ડિજીટલ એક્સ-રે યુનિટ વીથ સિંગલ ડિટેક્ટર (ફ્લોર માઉનટેડ), કલર ડોપલર સીસ્ટમ 40, ફ્લેક્સિબલ સીસ્ટો નેફરોસ્કોપ, જનરલ સર્જરી ઇન્સ્ટ્રુમેન્ટ સેટ, મોબાઈલ સી-આર્મ ઇમેજ ઇન્ડેનસિફિયર, ઇન્ટ્રાઓપરેટીવ ન્યૂરોફિઝીયોલોજિકલ મોનિટરિંગ સીસ્ટમ, ટપ સિસ્ટોસ્કોપર & ઓપ્ટિકલ યુરેથ્રોટોમ, ન્યુરોસર્જીકલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ, હાઇ સ્પીડ ઇલેક્ટ્રિકલ ડ્રીલ સીસ્ટમ ઇન્ટલોએશન કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application