આઠ જિલ્લાઓના સ્પર્ધકો દ્વારા 30 કૃતિઓ રજુ કરાઇ: કેબીનેટ મંત્રી મુળુભાઇ દ્વારા કલા મહાકુંભનો પ્રારંભ કરાવાયો: કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી.એન. મોદી, પ્રાંત અધિકારી, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાં મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર, કમિશ્નર યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પયર્વિરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર જીવન ટકાવી રાખવા મનુષ્યને હવા, પાણી અને ખોરાકની જેટલી જરૂર છે તેટલી જ જરૂર કળા, સંસ્કૃતિ અને સંગીતની પણ છે. યુવાઓમાં રહેલી કળાઓને ઉજાગર કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2017થી કલા મહાકુંભની શરૂઆત કરાવવામાં આવી હતી. ત્યારથી દરેક વય જૂથના લોકોને પોતાનામાં રહેલી વિશેષ શક્તિઓ થકી ઓળખ ઉભી કરવાનો મોકો મળ્યો છે. પરંપરાગત રીતે ગ્રામ્ય કક્ષાએ રહેલી સંસ્કૃતિ જાળવી રાખનારા લોકો તેમજ વિવિધ મેળાઓના આયોજનમાં સરકાર પણ સહભાગી થઇ છે. આપણા પરંપરાગત મેળાઓમાં કલાકારો દ્વારા પોતાની કૃતિઓ રજુ કરવામાં આવે છે. રાજ્યમાં અનેક સ્થળો જેવાકે ચોટીલા, ડાકોર, સોમનાથ, શામળાજી, મોઢેરા, અંબાજીમાં કલા ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. વાઈબ્રન્ટ નવરાત્રીના આયોજન થકી ગુજરાતની સંસ્કૃતિને નવી ઓળખ મળી છે. કળા અને વારસાનું જતન કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે.
ગુજરાત વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે તેની સાથે વિરાસત જાળવી રાખવા માટે પણ સરકાર દ્વારા અનેક આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ઐતિહાસિક સંસ્કૃતિને ઉજાગર કરતુ જામનગર છોટીકાશીનું બીરૂદ ધરાવે છે. અહીં યોજવામાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં વિવિધ 30 જેટલી કૃતિઓ જેમાં રાસ, ગરબા,સામુહિક કૃતિઓ, એકપાત્રીય અભિનય, સમૂહ ગીત, લગ્ન ગીત, સાંસ્કૃતિક નૃત્યો, લોકગીત, દુહા છંદ ચોપાઈ વગેરેમાં ભાગ લેનારા સ્પર્ધકોને મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. વિજેતા ટીમો રાજ્યકક્ષાના પ્રોગામમાં ભાગ લેશે.
કલા, ઉપાસના અને સરસ્વતી સાધનામાં પોતાનું જીવન સમર્પિત કરનારા નિણર્યિકોને મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં 8 જીલ્લાઓ જેમાં જામનગર, અમરેલી, ભાવનગર,દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને પોરબંદરની ટીમોએ ભાગ લીધો છે. વિવિધ સ્પધર્ઓિનું આયોજન જામનગરના ટાઉનહોલ ઉપરાંત ઓશવાળ ઈંગ્લીશ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, કલેકટર કેતન ઠક્કર, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, નાયબ મ્યુનીસીપલ કમિશ્નર ડી.એન.ઝાલા, પ્રાંત અધિકારી પ્રશાંત પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ ભરતભાઈ પરમાર, એચ.એમ. વાળા, વિશાલભાઈ રામાણી, જામનગર જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી મહેશભાઈ મુંગરા, જીલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણ, શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ,આમંત્રિત મહેમાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech