સૌરાષ્ટ્ર યોગ કોર્ડીનેટર દ્વારા યોગ બોર્ડ ચેરમેનનું સ્વાગત-સન્માન

  • August 07, 2024 10:52 AM 

ગુજરાત રાજ્ય માંથી અલગ અલગ જિલ્લામાંથી 1000 થી વધુ કોચ અને ટ્રેનર્સ ની રિફ્રેસમેન્ટ તાલીમ યોગ સેવક ચેરમેન શીશપાલ રાજપૂત તથા ખાસ ફરજ પર ના અધિકારી  બીશનસિંગ વેદીના માર્ગદર્શન હેઠળ યોગ અને મોટીવેશનલ એક્ટિવિટી રિફ્રેશર ત્રિ દિવસ યોગ પ્રશિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અલગ અલગ વિભાગ ના એક્સપર્ટ દ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી.


આ તાલીમમાં મુખ્ય મહેમાન ધરમપુરના ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ  મનહરભાઈ પટેલ,ધાંગધ્રાના ધારા સભ્ય પ્રકાશ ભાઈ વર્મોરા વિશેષ ઉપસ્થીત રહ્યા.સત્રની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે સૌરાષ્ટ્ર ઝોન યોગ કોર્ડીનેટર  પ્રીતિબેન શુકલ દ્વારા યોગ બોર્ડ ચેરમેન  યોગસેવક શિશપાલજીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્રિ દિવસીય તાલીમ દરમિયાન ઝોન નંબર નવ જામનગર પોરબંદર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના યોગ કોચ ટ્રેનરો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કો-ઓર્ડીનેટર આ તાલીમમાં જોડાયા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધરમપુર વલસાડ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આ ત્રીજી શિબિરનું સફળ આયોજન થયું હતું. સૌરાષ્ટ્ર કોર્ડીનેટર પ્રીતિબેન શુકલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની ટીમનો આભાર માનવામાં આવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application