સાઉદી અરેબિયાને મળી ફટબોલ વર્લ્ડકપની યજમાની, ૨૦૩૦માં રમાશે

  • December 12, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાઉદી અરેબિયાને ફટબોલ વલ્ર્ડ કપની યજમાની મળી છે. ફેડરેશન ઈન્ટરનેશનલ ફટબોલ એસોસિએશન (ફિફા)એ સાઉદી અરેબિયાને વલ્ર્ડ કપની યજમાની કરવાની જાહેરાત કરી છે. ૨૦૩૦ વલ્ર્ડ કપની યજમાની સંયુકત રીતે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોને આપવામાં આવી છે.
સાઉદી અરેબિયાને ૨૦૩૪ ફટબોલ વલ્ર્ડ કપના હોસ્ટિંગ રાઈટસ મળ્યા છે. આ સિવાય ફિફાએ ૨૦૩૦ ફટબોલ વલ્ર્ડ કપની યજમાની કરવાની પણ જાહેરાત કરી છે. આ પહેલીવાર નથી કે ફટબોલ વલ્ર્ડ કપ કોઈ આરબ દેશમાં આયોજિત થયો હોય. છેલ્લો વલ્ર્ડ કપ કતારમાં રમાયો હતો. કતારમાં રમાયેલા વલ્ર્ડ કપમાં દિગ્ગજ લિયોનેલ મેસીની ટીમ આર્જેન્ટિનાએ ટાઈટલ જીત્યું હતું. હવે ફરી એકવાર રમતનો આ સૌથી મોટો મહાકુંભ આરબ દેશમાં રમાશે. ઉલ્લેખનીય છે કે આગામી ફટબોલ વલ્ર્ડ કપ બે વર્ષ પછી ૨૦૨૬માં રમાવાનો છે. ૨૦૨૬ ફટબોલ વલ્ર્ડ કપનું આયોજન અમેરિકા, કેનેડા અને મેકિસકો દ્રારા સંયુકત રીતે કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ૨૦૩૪માં વલ્ર્ડ કપનું આયોજન કરવામાં આવશે. ક્રિકેટની જેમ ફટબોલ વલ્ર્ડ કપ પણ દર ચાર વર્ષે રમાય છે.
૨૦૩૦ વલ્ર્ડ કપનું આયોજન સંયુકત રીતે કરવામાં આવશે. ૨૦૩૦ વલ્ર્ડ કપની યજમાની સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોને આપવામાં આવી છે. ત્યારપછીનો વલ્ર્ડ કપ એટલે કે ૨૦૩૪ ફટબોલ વલ્ર્ડ કપ સાઉદી અરેબિયામાં રમાશે. સાઉદી અરેબિયાએ વિશ્વ કપની યજમાની માટે છેલ્લા કેટલાક વર્ષેામાં ફટબોલ પર ઘણા પૈસા ખચ્ર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application