માઈક્રોસોટના ચેરમેન અને ચીફ એકિઝકયુટિવ ઓફિસર સત્યા નડેલા વિશ્વભરના ભારતીય સીઈઓની યાદીમાં ટોચ પર છે. તેમને પ્રથમ વખત એચએસબીસી હત્પન ગ્લોબલ ઇન્ડિયન લિસ્ટ ૨૦૨૪માં ટોચ પર સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓનું નેતૃત્વ કરતા ૨૨૬ એકિઝકયુટિવ્સનો સમાવેશ થાય છે. નડેલા પછી, આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ બીજા સ્થાને છે અને યુટુબના સીઈઓ નીલ મોહન ત્રીજા સ્થાને છે. હત્પનના મતે, આ યાદી ૪૦૦ લોકોના સર્વે પર આધારિત છે અને તેમાં સંપત્તિ સર્જકોનો સમાવેશ થાય છે.
આ અધિકારીઓની આગેવાની હેઠળની કંપનીઓનું સંયુકત મૂલ્ય લગભગ ૧૦ ટિ્રલિયન ડોલર છે. યાદીમાં સમાવિષ્ટ્ર કંપનીઓને તેમના બજાર મૂડીકરણના આધારે અને મૂલ્યાંકનના આધારે અનલિસ્ટેડ કંપનીઓને ક્રમ આપવામાં આવ્યો છે. યાદીમાં ઉલ્લેખ છે કે ભારતીય મૂળના અધિકારીઓ વિશ્વ પર પ્રભુત્વ ધરાવે છે. યાદીમાં સામેલ ૭૯ ટકા લોકો અમેરિકામાં રહે છે. તેના પાંચ ટકા લોકો બ્રિટનમાં અને ચાર ટકા સંયુકત આરબ અમીરાતમાં રહે છે. સાન ફ્રાન્સિસ્કોમાં સૌથી વધુ અધિકારીઓ છે. તે શહેરમાં ૩૭ કંપનીઓના ટોચના અધિકારીઓ રહે છે. તે પછી ન્યુ યોર્ક અને કેલિફોર્નિયાના પાલો અલ્ટોનો ક્રમ આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech