લેન્ડગ્રેબિંગ કમિટીની શનિવારે બેઠક:૧૦૦ કેસ મુકાયા

  • January 29, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને રચાયેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની એક બેઠક આગામી તારીખ ત્રણ ફેબ્રુઆરીના રોજ શનિવારે બપોરે મળનારી છે. કમિટીની આ બેઠક સમક્ષ ૧૦૦ કેસ મૂકવામાં આવ્યા છે.
દર વખતે કમિટીમાં રજૂ થતા કેસમાંથી માત્ર એક– બે ટકા કેસમાં જ લેન્ડ ગેબીંગ એકટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવાતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કમિટીની બેઠક મળે તે પહેલા જ બારોબાર બંને પક્ષકારો વચ્ચે સમાધાન થઈ જતું હોવાથી કમિટીમાં આવા કેસો છેલ્લી ઘડીએ પડતા મૂકવામાં આવે છે.

સામાન્ય રીતે અત્યાર સુધી લેન્ડ ગેબીંગ કમિટીમાં ૪૦ આસપાસ કેસ મૂકવામાં આવતા હતા. પરંતુ ગત બેઠકથી તેમાં ફેરફાર કરાયો છે અને લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા શકય તેટલા વધુમાં વધુ કેસના નિકાલ માટે અને બેક લોગ ઘટાડવા માટે કમિટીમાં ૧૦૦ જેટલા કેસ મૂકવામાં આવતા હોય છે. આ વખતે પણ ૧૦૦ કેસ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યા છે.

લેન્ડ ગ્રેબિંગ કમિટીની આ બેઠકમાં જિલ્લા કલેકટર ઉપરાંત જિલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર સહિત ટોચના અધિકારીઓ હાજર રહેતા હોય છે.

સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર અરજદારોના પ્રશ્નોના નિકાલ માટે દર મહિનાના ચોથા બુધવારે તાલુકા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાતો હોય છે.

આ વખતે સરકારે ચોથાના બદલે ત્રીજા બુધવારે આ કાર્યક્રમ યોજવાની સૂચના આપી હોવાથી તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તારીખ ૨૧ના રોજ યોજવામાં આવશે. યારે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તારીખ ૨૨ ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application