BREAKING NEWS

સરધારના હરિપરમા પ્રૌઢનો ઝેરી ટીકડા પીને આપઘાત

  • May 09, 2026 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્ર્વાસની બીમારીથી કંટાળી પગલું ભરી લીધું: પરિવારમાં ગમગીની છવા
રાજકોટના સરધારમાં હરીપર ગામે રહેતા પ્રૌઢે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી ને આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ છે.
બનાવની પ્રા વિગત મુજબ હરીપર ગામે રહેતા કરશનભાઈ ભાણાભાઈ ચાવડા (ઉ.વ.૬૫)ના પ્રૌઢ ગઈકાલે સાંજે આઠેક વાગ્યે ઘરે હતા ત્યારે ઘઉંમાં રાખવાના ઝેરી ટીકડા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
આપઘાત કરનાર પ્રૌઢ નિવૃત જીવન જીવતા હતા અને પોતે ચાર ભાઈ એક બહેનમાં નાના હતામ સંતાનમાં એક પુત્ર છે. શ્વાસની લાંબા સમયથી બીમારી હોય જેની દવા ચાલુ હતી. બીમારીથી કંટાળી પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application