રાજકોટ શહેરના ભાજપ અગ્રણી સરદારધામ સૌરાષ્ટ્ર્ર ઝોનના ઉપપ્રમુખ જયંતી સરધારા પર લના પાર્ટી પ્લોટમાં પીઆઈ સંજય પાદરીયા દ્રારા હત્પમલો કરાયાનો બહત્પ ગાજેલો મામલો કલમની પકકડમાં ઢીલો રહ્યો હોય તેમ જેટલા દિવસ પાદરીયા વોન્ટેડ રહ્યા કદાચ એટલી મીનીટોમાં તો તેઓને પોલીસ મથકમાં હાજર થતાની સાથે જ મુકિત પણ મળી ગઈ. પોલીસે ઉતાવળે અથવા પ્રેસરમાં લગાવેલી હત્યાના પ્રયાસની ભારેખમ કલમ તપાસ દરમિયાન ટકી ન શકી અને અંતે પોલીસે કોર્ટમાં રીપોર્ટ કરવો પડયો. ભારેખમ કલમ હટતાની સાથે જ પાદરીયા તાલુકા પોલીસ મથકમાં ગત મોડી સાંજ બાદ હાજર થયા હતા અને પોલીસે નોટીસ આપીને મુકત કર્યા હતા. પાદરીયાનું તેમના સમર્થકો દ્રારા પોલીસ મથક બહાર હારતોરા કરીને સ્વાગત કરાયું હતું.
કણકોટ રોડ પર એક લ પ્રસંગમાં જયંતી સરધારા અને પીઆઈ સંજય પાદરીયા બન્ને એકઠા થઈ ગયા હતા. સરધારા અત્યારે ખોડલધામથી દુર થઈ સરદારધામ સાથે જોડાઈને સૌરાષ્ટ્ર્ર ઝોનના ઉપપ્રમુખ બન્યા છે. જયારે પાદરીયા ખોડલધામ સાથે સંકળાયેલા છે. બન્ને વચ્ચે પાર્ટી પ્લોટમાં તું તંું મે મે થઈ હતી. સરધારાએ પાદરીયાનો કાઠલો પકડીને લાત મારી હતી. જેને લઈને પાદરીયાએ પાર્ટી પ્લોટ બહાર સરધારાને સારીપેટે મુકકા કે માર મારી લોહીયાળ કરી નાખ્યા હતા. સરધારાને માથા અને નાકમાં ઈજા થઈ હતી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તાલુકા પોલીસ મથકે સરધારાની ફરિયાદના આધારે પોલીસે પીઆઈ પાદરીયા વિરૂધ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ભારેખમ બિનજામીનલાયક કલમ હેઠળ ગુનો નોંધાતા કાયદાના જાણકાર પાદરીયા વોન્ટેડ બની ગયા હતા.
સમગ્ર ઘટનામાં યુ–ટર્ન આવ્યો અથવા તો પોલીસને તપાસ દરમિયાન સત્ય દેખાયું કે સમજાયુંની માફક પાદરીયા સામે મેડિકલ રીપોર્ટ, સીસીટીવી ફટેજ અન્ય સાહેદોના સ્ટેટમેન્ટ મુજબ હત્યાના પ્રયાસની કલમ ન બનતી હોવાનું ખુલ્યું હતું અને એ મુજબ આ કલમ રદ કરવા માટે રીપોર્ટ કરાયો હતો. ગઈકાલે કોર્ટે કલમ રદ કરવા માટેની આપેલી મંજુરી બાદ તાલુકા પોલીસે હળવી કલમ હેઠળ સરધારાની ફરિયાદ ઉભી રાખી હતી. જે આરોપ હેઠળ ગત મોડીસાંજે પાદરીયા તેના સમર્થકો સાથે પોલીસ મથકે હાજર થયા હતા અને સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હેઠળની કલમોમાં આરોપીને નોેિટસ આપીને મુકત કરવાના હોવાથી નિવેદન લઈ જામીનમુકત કર્યા હતા. હવે પાદરીયાને પોલીસ જયારે બોલાવશે ત્યારે ફરી તાલુકા પોલીસ મથકે હાજર થશે. પાદરીયા તુર્ત જ મુકત થઈ જતાં સમર્થકોમાં અને તેના પરિવારજનોમાં ખુશી છવાઈ હતી. ફત્પલહાર કરીને મો મીઠા કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપિતરાઇ બહેનની ખોટી સહી કરી ૪૦ લાખની લોન મેળવી લીધી
January 24, 2025 03:31 PMભુણાવા નજીક હિટ એન્ડ રન: વાહનની ઠોકરે યુવકનું મોત
January 24, 2025 03:29 PMવકફ બિલના મામલે જેપીસી બેઠકમાં હોબાળો, ૧૦ વિપક્ષી સાંસદ સસ્પેન્ડ
January 24, 2025 03:26 PMSMCની હેટ્રીક: રાજકોટ, આટકોટમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 24, 2025 03:21 PM26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ
January 24, 2025 03:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech