સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજ્યંતિ વર્ષને સમર્પિત રાષ્ટ્રીય સ્તરની સરદાર @150 યુનિટી માર્ચ’નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરમસદ ખાતેથી પ્રારંભ કરાવશે. આજે રાષ્ટ્રીય પદયાત્રા 26મીના બુધવાર -સંવિધાન દિવસથી શરૂ કરીને સરદાર પટેલ ના વતન કરમસદ ખાતે છઠ્ઠી ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણ થશે.
રાજ્યન કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ યુનિટી માર્ચમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પદયાત્રી તરીકે જોડાશે. યાત્રાના ઉદ્દઘાટન સમારોહમાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિ રહેશે. જ્યારે યુનિટી માર્ચના બીજા દિવસે તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિ, કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંઘજી, એસ.પી.બધેલ અને બી.એલ.વર્મા ઉપસ્થિત રહેશે. યાત્રાના 5માં દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ, સાતમા દિવસે પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંઘ ધામી, આઠમાં દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવો વ્રત સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમામ 10 મા દિવસે બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાસ ઉપસ્થિત રહેશે.
આ યુનિટી માર્ચ 11 માં દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમાપન સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિ સીપી રાત્રે કૃષ્ણ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત તથા રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે આ યાત્રા પૂર્વે રસ્તામાં આવતા ગામડાઓમાં સરદાર પટેલ સાહેબના જીવનકવન પરના સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમ ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
આ યાત્રામાં કરમસદથી એકતાનગર વચ્ચેનું આશરે 152 ક્લિોમીટરનું અંતર 11 દિવસમાં કાપવામાં આવશે. પ્રત્યેક દિવસે અંદાજે 15,000થી વધુ દેશપ્રેમીઓ આ યાત્રામાં જોડાઈને સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે.
રાત્રી વિરામના સ્થળે નામાંકિત કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
પદયાત્રાના વિરામ સ્થળો અને રાત્રિ રોકાણના સ્થળો પર દરરોજ ભારતીય સંસ્કૃતિ અને લોકક્લાનો સમન્વય રજૂ કરતા કાર્યક્રમોની વણઝાર જોવા મળશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતના ખ્યાતનામ લોક ક્લાકારો પોતાની ક્લા પીરસીને પદયાત્રીઓને દેશપ્રેમીઓને મંત્રમુગ્ધ કરશે. રાજભા ગઢવી, માયાભાઈ આહિર, અરવિંદ વેગડા, સંતશ્રદ્ધા (કુશલ દિક્ષીત), ડો. નિર્મલદાન ગઢવી, અલ્પાબેન પટેલ અને રણજીત વાંક સહિતના જાણીતા ક્લાકારો સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી પ્રેરક વાતો રજૂ કરશે.ડાયરો ઉપરાંત નૃત્ય નાટિકા, ભવાઇ, મંચ શો (સ્ટેજ શો), સંગીતમય બેન્ડ પ્રસ્તુતિઓ અને વિવિધ લોકનૃત્યો જેવી કલાત્મક પ્રસ્તુતિઓ દ્વારા સરદાર સાહેબના આદર્શો અને રાષ્ટ્રીય એકતાના સંદેશને ક્લાત્મક રીતે અભિવ્યક્ત કરવામાં આવશે.