વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી ગુજરાતના પ્રવાસે છે આ પ્રવાસ દરમિયાન તેઓ કેવડીયા ખાતે રાષ્ટ્ર્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. આજે સવારે તેમણે સરદાર પટેલના સ્ટેચ્યુ સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્ટ્ર્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.પુષ્પાંજલિ કર્યા બાદ યુનિટી પરેડમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પરેડમાં ૯ રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની ૧૬ માચિગ ટુકડીઓ, ૪ કેન્દ્રીય સશક્ર પોલીસ દળો, એનસીસી અને માચિગ બેન્ડે ભાગ લીધો હતો. એકતાનગર કેવડિયા ખાતે આયોજિત આ પરેડમાં જવાનો દ્રારા અનેક કરતબ રજૂ કરાયા હતા.
આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી તેમણે સરદાર વલ્લ ભભાઈ પટેલના ૧૫૦ વર્ષ ની ઉજવણી આગામી બે વર્ષ સુધી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
આજે કેવડિયામાં મીની ઈન્ડિયાની ઝલક જોવા મળી હતી. ૧૫ ઓગષ્ટ્ર અને ૨૬મી જાન્યુઆરીના દિવસની ઉજવણીની જેમ આજે ૩૧મી ઓકટબરે અહીં ઉજવણી કરવામાં આવી. કેવડિયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. દિવાળીનો તહેવાર ભારતને વિશ્વ સાથે જોડી રહ્યો છે. ઘણા દેશોમાં તેને રાષ્ટ્ર્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હત્પં દેશ અને દુનિયામાં વસતા ભારતીયો અને શુભચિંતકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
સરદાર પટેલ જયંતિની ઉજવણી ખરા અર્થમાં એકતા અને અખંડિતતા નું પ્રતીક છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ માટે દેશના ખેડૂતો પાસેથી ખેતરમાં વપરાતા લોખંડના સાધનો લાવવામાં આવ્યા હતા કારણ કે સરદાર પટેલે ખેડૂત પુત્ર હતા. આ ઉપરાંત તેમણે કોઈપણ પક્ષ કે પાર્ટીનું નામ લીધા વગર સીધો જ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અગાઉની સરકારોની નિયત અને નીતિમાં ભેદભાવની લાગણી હતી દેશની એકતા ને નબળી પાડી છે.
છેલ્લ ા દસ વર્ષમાં સુશાસનના નવા મોડલમાં ભેદભાવની દરેક અવકાશને દૂર કરવામાં આવ્યો હોવાનુ જણાવ્યું હતું સૌનો વિકાસ અને સૌના સમર્થનથી આ માર્ગ પસદં કરવામાં આવ્યો છે પાણી પુરવઠા યોજનામાં પણ ભેદભાવ વગર દરેકના ઘર સુધી પાણી પહોંચાડવાનો પ્રયાસ થયો છે વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનામાં પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી વડાપ્રધાન આવાસ યોજનામાં પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી આયુષ્માન યોજનાનો લાભ પણ ભેદભાવ વગર દરેક વ્યકિતને મળી રહ્યો છે સરકારના અભિગમથી લોકોમા પ્રવર્તતો અસંતોષનો અતં આવ્યો છે. તેનાથી લોકોનો સરકારમાં વિશ્વાસ વધી ગયો છે. આ એક ભારત અને શ્રે ભારતને પ્રોત્સાહન આપી રહ્યું છે દરેક નીતિ અને ઉદ્દેશ્યમાં એકતાએ આપણી પ્રાણ શકિત છે આ જોઈને સરદાર સાહેબનું આત્મા આપણને આશીર્વાદ આપતો હશે
સોશિયલ મીડિયા એકસ પર દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવતા વડાપ્રધાન
આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ઘરોથી માંડીને બજારો અને શેરીઓ બધું જ શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયામાં દિવાળીની શુભેચ્છાઓ આપતા લખ્યું હતું કે, દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશના આ દિવ્ય તહેવાર પર, હત્પં દરેકને સ્વસ્થ, સુખી અને ભાગ્યશાળી જીવનની શુભેચ્છા પાઠવું છું. દરેક વ્યકિત માતા લમી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી ધન્ય બને.
આ પહેલા પીએમ મોદીએ પણ અયોધ્યાના દીપોત્સવ સમારોહ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામ લલ્લ ાના બિરાયા પછી આ પહેલી દિવાળી છે અને રામ ભકતોના ૫૦૦ વર્ષના અસંખ્ય બલિદાન અને તપસ્યા પછી આ શુભ મુહર્ત આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની પોસ્ટને ટેગ કરતા પીએમ મોદીએ એકસ પરની પોસ્ટમાં કહ્યું, અલૌકિક અયોધ્યા! મર્યાદા પુષોત્તમ ભગવાન શ્રી રામ તેમના ભવ્ય મંદિરમાં સ્થાપિત થયા પછી આ પ્રથમ દિવાળી છે. અયોધ્યામાં શ્રી રામલલાના મંદિરનો આ અનોખો રગં બધાને છવાઈ જવાનો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ૫૦૦ વર્ષ પછી, રામભકતોના અસંખ્ય બલિદાન અને સતત બલિદાન અને તપસ્યા પછી આ પવિત્ર ક્ષણ આવી છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે સૌ આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા છીએ. મને વિશ્વાસ છે કે ભગવાન શ્રી રામનું જીવન અને આદર્શેા દેશવાસીઓ માટે વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પ્રેરણાપ બની રહેશે.'' શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તેની પોસ્ટમાં રોશનીથી ઝળહળતા મંદિરની તસવીરો શેર કરી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાના લેવડાવ્યાં શપથ
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન રાષ્ટ્ર્રીય એકતાના શપથ પણ લેવડાવ્યાં હતાં. તેમણે કહ્યું કે 'હત્પં શપથ લઉં છું રાષ્ટ્ર્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા હત્પં મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ સુધી આ સંદેશ પહોંચાડવા શ્રે પ્રયાસો કરીશ. હત્પં દેશની એકતાની ભાવનાથી શપથ લઈ રહ્યો છું જે સરદાર પટેલની દૂરંદેશી અને કાર્યેાથી શકય બન્યું. હત્પં દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા હિસ્સાનું યોગદાન આપવાનો પણ સંકલ્પ કં છું.
૧૬ માચગ ટુકડી દ્રારા એકતા પરેડ કરવામાં આવી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાના શપથ લેવડાવ્યા ત્યારબાદ યુનિટી ડે પરેડની શઆત થઈ હતી જેમાં નવ રાય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસની ૧૬ માર્ચીગ ટુકડીએ અને ચાર કેન્દ્રીય સશક્ર પોલીસ દળ એનસીસી અને માકિગ બેન્ડ આ પરિદમાં ભાગ લીધો હતો આ ઉપરાંત રાષ્ટ્ર્રીય એકતા પરેડમાં સૌથી મોટું આકર્ષણ એનએસજી કમાન્ડો ચેતન કમાન્ડો આરવી બીએસએફ એરફોર્સ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ એસઆરપી એનસીસીના કેડેટ સહિત સુરક્ષા ફોર્સે પોતાના વિવિધ કર્તબ રજૂ કર્યા હતા. અહીં નોંધવું જરી છે કે વર્ષ ૨૦૧૪માં ભારત સરકારે સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે શ કરી હતી.
૨૮૪ કરોડના વિકાસ કામો એકતાનગરના વિકાસને વેગ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા બોનસાઈ ગાર્ડન સીએસ ટ્રીટમેન્ટ પ્લાન સરદાર સરોવર ડેમ સેન્ટર જેવા પ્રોજેકટનું ખાતમુહર્ત કયુ હતું સબ ડિસ્ટિ્રક હોસ્પિટલ ટ્રાફિક સર્કલ સ્માર્ટ બસ સ્ટોપનું ઉધ્ઘાટ કર્યુ હતું જે એકતા નગરના વિકાસને વેગ આપશે. વલ્લ ભભાઈ પટેલની જન્મજયંતિની પુર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગરને મોટી ભેટ આપતાં . ૨૮૪ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કયુ હતું.આ અવસરે તેમણે નવા પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતાં પ્રોજેકટસનું અનાવરણ કયુ હતું, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વધુ વૈશ્વિક પ્રતિ ા અપાવશે.તેમજ એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સવલતો પ્રા થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભૂલ ભુલૈયા 3 બનશે કાર્તિકની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ, જાણો પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
November 01, 2024 11:47 AMજામનગરના ઠેબા ચોકડી નજીક કાર ચાલકે બાઈક પર સવાર દંપતીને હડફેટે લીધા
November 01, 2024 11:42 AMજામનગરમાં વીર સાવરકર આવાસ ખાતે મંત્રી રાઘવજી પટેલ દિવાળીની શુભેચ્છા મુલાકાત લીધી
November 01, 2024 11:39 AMરાજકોટમાં ફટાકડાં ફોડવાની બાબતે મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, એકનું મોત
November 01, 2024 11:36 AMવડાપ્રધાન મોદીના આર્થિક સલાહકાર વિવેક 69 વર્ષની વયે અવસાન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
November 01, 2024 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech