રાજકોટ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંગ્રમ તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓએ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં ભવ્ય સફળતા મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. શહેરના માતિનગર અને રણછોડનગર સ્થિત સંકુલએ દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડ પરીક્ષા ૧૦૦% પરિણામ મેળવી શિક્ષણ ક્ષેત્રે પોતાની શ્રેષ્ટ તા સાબિત કરી છે. સરસ્વતી શિશુમંદિરની ૨૪ વિદ્યાર્થિનીઓએ ડિસ્ટિગ્સ્ટન, ૩ વિદ્યાર્થીનીઓએ ફર્સ્ટ કલાસ મેળવ્યો છે. આ ઉપરાંત એવ ગ્રેડમાં ૬ અને એર ગ્રેડમાં ૧૨ વિદ્યાર્થીનિઓએ સ્થાન મેળવ્યું છે. શાળાની વિદ્યાર્થીન સોલંકી દ્રષ્ટિએ એકાઉન્ટ, સ્ટેટ અને બી.એ જેવા વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવી ૯૫ ૮૬૪ ૯૯ ૯૪ પીઅર સાથે બોર્ડમાં છઠ્ઠો કમાંક પ્રામ કર્યો છે. એ જ રીતે બોર્ડ પરિણામોમાં પરમાર શ્રેષા ૯૫ ૨૯૫ - ૯૯.૯૧ પીઆર સાથે બોર્ડમાં નવમો ક્રમ મેળવો છે. કિયાડા ધાર્મી ૯૪.૪૩% - ૯૯.૮૧ પીઅર સાથે શાળામાં તૃતીય ક્રમે આવ્યા છે. સરસ્વતી શિશુમંદિરના અનેક વિદ્યાર્થીનિઓએ એકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ, બી.એ., એસ.પી અને ઈકોનોમિક્સ જેવા વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ પૂર્ણ ગુણ મેળવી પોતાની પ્રતિભા દર્શાવી છે. સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું છે કે, વર્ષોથી બોર્ડ પરીક્ષામાં ૧૦૦૨ પરિણામ મેળવવાની શાળાની પરંપરા રહી છે. સાથે વિદ્યાર્થીઓ પણ ૯૯% પીઆર સુધી લઈ આવે એવી અમારો પ્રયત્ન હોય છે. અમારી પરંપરા અને પ્રયત્નનું પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે શાળાના પરિણામોમાં જોઈ શકાય છે. એકદમ વાજબી ફ્રીમાં અને સૌને પરવળે એવા શૈક્ષણિક માળખા સાથે નબળા વિદ્યાર્થીઓને સબળા બનાવવા તેમજ તેમને સંસારયુક્ત શિક્ષણ આપી ભાવિ પેઢીનું નિર્માણ કરવું એ અમારો ધ્યેય રહ્યો છે એવું જણાવી ચેિમેન અપૂર્વભાઈ મણીઆર, શાળાના ટ્રસ્ટી તે બળવંતભાઈ જાની, અનિલભાઈ ફિંગર, ખંતિલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, રક્ષિતભાઈ પટેલ, પત્ર વીબેન દેશી અને પ્રધાનાચાર્યોએ બોર્ડ પરીક્ષા પરિણામોમાં ઝળહળતી સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન આપનાર આચાર્યગણને અભિનંદન પાઠવ્યા છે. સંતાનોની આ સફળતાથી સરસ્વતી શિશુમંદિના વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application