શ્રી ઔદિચ્ય ખરેડી બાહ્મણ જ્ઞાતિ મંડળ જામનગર દ્વારા તા. ૧૯-૦૮-૨૦૨૪ બળેવના રોજ સાંજે જ્ઞાતિની વાડી” શાંતાવાડી " માં ૩૫ લાખના ખર્ચે નિમાર્ણ પામેલ નવી વાડીમાં ” સરસ્વતી સન્માન તથા સમુહ જ્ઞાતિ ભોજન કાર્યક્રમ " યોજવામાં આવેલ, જેમાં ૮૦ જેટલાં વિધ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે પુરષ્કાર વિતરણ કરવામાં આવેલ, જે પૈકી ધોરણ-૧૦ તથા ૧૨ તેમજ એમએમાં શ્રેષ્ટ પ્રદર્શન કરનાર વિધ્યાર્થીઓને મુંબઈના દાતા સ્વ. પ્રભાબેન અને પ્રશાંતભાઈ ઠાકરના પરિવાર તરફથી રોકડ પુરષ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ડો. વિરૂભાઈ ભટ્ટ, ડો. અવિનાશભાઈ ભટ્ટ, એડવો. જાગૃતિબેન વ્યાસ તથા ગોંડલ મંડળ તરફથી મનીશભાઈ જોષી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેયા તથા પ્રાસંગિક ઉદબોધન કરીને જ્ઞાતિ મંડળને શુભકામનાઓ પાઠવી નવી વાડીના નિમાર્ણ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
આ પ્રશંગે જ્ઞાતિની નાનકડી દિકરી હિરલબેન કેતનભાઈ પંડયા તરફથી હર વર્ષની માફક પોતાની બચતનો બંધ ડબ્બો જ્ઞાતિ કાર્ય માટે અર્પણ કરવામાં આવેલ હતું. જેમાંથી રૂા. ૧૨ હજાર કરતાં વધારે રકમ નિકળેલ, જે બાળકીને શૌએ અભિનંદન પાઠવેલ.
આ કાર્યક્રમમાં અભૂતપૂર્વ વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ તથા ટુંકા સમયમાં તૈયાર થયેલ નવી વાડીની સુવિધાઓથી સંતોષ વ્યક્ત કરેલ તથા તમામ પ્રકારે જ્ઞાતિ મંડળને સહયોગ આપવા તૈયારી દર્શાવેલ, જે તબકકે પ્રમુખ દિલીપભાઈ વ્યાસ તરફથી આ નિમાર્ણ કાર્ય તથા હવે પછીના જ્ઞાતિ વિકાસના કાર્યોની સર્વેને જાણકારી આપવામાં આવેલી હતી.
કાર્યક્રમના સમાપનમાં ખજાનચી હરીશભાઈ ઠાકર દ્વારા સૌના આભાર સાથે જ્ઞાતિની નાણાંકીય સ્થિતિની જાણકારી આપી સૌને વાડી નિમાર્ણ સાથે સમાજ નિમાર્ણના કાર્યમાં અનુદાન અર્પણ કરવા અપીલ કરવામાં આવેલ. આજના કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી સમિતના સભ્યઓએ આગલા દિવસથી મોડી રાત સુધી જ્ઞાતિની સેવા બનાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહાબેન વ્યાસ તરફથી કરવામાં આવેલ. જે પછી નિતીનભાઈ ભટ્ટની લાડુ સાથેના સ્વાદિષ્ટ પ્રસાદથી તૃપ્ત થઈને જ્ઞાતિજનોએ આયોજકોને શુભકામનાઓ પાઠવેલ હતી. આ મુજબ શ્રી ઐદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ જામનગરના મંત્રી દિનેશ જયંતિલાલ દવેની યાદીમાં જાણવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech