સારાએ બાર્બી ડોલ લુકમાં કર્યા ઘાયલ

  • July 23, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સારા અલી ખાન હાલમાં બાર્બીડોલ બનીને ચાહકોને ઘાયલ કરી રહી છે. અભિનેત્રીની બાર્બી લૂકની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.
સારા અલી ખાન બોલિવૂડની યુવા બ્રિગેડની અભિનેત્રી છે. સારા તેની એક્ટિંગથી ચાહકોને પોતાની તરફ આકર્ષિત કરતી રહે છે. સાથે જ તે સુંદરતા અને તેના લૂકથી ઘણી ચર્ચાઓમાં પણ રહે છે.
અભિનેત્રી હાલમાં જ એક ઇવેન્ટમાં જોવા મળી હતી. જ્યાં તે બાર્બી ડોલની જેમ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. સારા અલી ખાન એક ઇવેન્ટમાં શોર્ટ પિંક ડ્રેસ પહેરીને પહોંચી. આ દરમિયાન એક્ટ્રેસ પોતાના બાર્બી લૂકથી ચાહકોના દિલ ચોરી લીધા હતા.બેબી પિંક ડ્રેસમાં સારા બાર્બી ડોલ જેવી દેખાતી હતી. સારાએ તેના બાર્બી લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.અભિનેત્રીનો મિની ડ્રેસમાં ઓવર સાઈઝ બો સાથે સ્ટ્રેપલેસ નેકલાઇન હતો. નેકલાઇન પરની બો તેના ડ્રેસનું મુખ્ય આકર્ષણ હતું. જે તેના આઉટફિટને ખૂબ જ સ્ટાઇલિશ બનાવી રહી હતી.
સારા આ પિંક મિની ડ્રેસમાં તેની ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. સારાએ તેના પિંક લુક સાથે મેચિંગ પિંક બ્લોક હાઈ હીલ્સ પણ પહેરી હતી. ઓલ પિંક લુકમાં બેડ પર એક્ટ્રેસે ઘણા શાનદાર પોઝ આપ્યા.
સારાના બાર્બી લુકની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો તેની સુંદરતા અને સ્ટાઈલના દીવાના થઈ રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application