સારા અલી ખાને બિઝનેસમેન સાથે સગાઈ કરી લીધી હોવાની અટકળો
સારા અલી ખાને એક બિઝનેસમેન સાથે સગાઈ કરી લીધી હોવાની વાત વહેતી થઈ છે. સોશિયલ મીડિયા સાઈટ્સ પર કેટલાક નેટ યૂઝર્સ દ્વારા આવો દાવો થઈ રહ્યો છે. જોકે, આ અફવા વચ્ચે સારા અલી ખાને આયુષ્યમાન ખુરાના સાથે નવી કોમેડી ફિલ્મ સાઈન કરી લીધી હોવાનું પણ જાણવા મળે છે.
સુત્રોના દાવા અનુસાર સારા અલી ખાન આ વર્ષમાં લગ્ન કરી લેશે. ઉલ્લેખનીય છે કે સારાનું નામ અગાઉ બિઝનેસમેન વીર પહાડિયા સાથે સંકળાઈ ચૂક્યુ છે. વીર પહાડિયા જાહ્વવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનો ભાઈ છે. બીજી તરફ સગાઈની અફવા વચ્ચે સારાએ આયુષ્યમાન ખુરાના સાથે એક નવી કોમેડી ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મ કરણ જોહર બનાવી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પણ શરુ થઈ ચૂક્યું છે. જોકે, ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નહીં હોવાનું ટ્રેડ વર્તુળોએ જણાવ્યું છે.
સૈફ અલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન બોલિવૂડના યુવા સ્ટાર્સમાં સામેલ છે. તેણે બહુ ઓછા સમયમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. જો કે, સારા અલી ખાન પણ તેની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. તેનું નામ કાર્તિક આર્યનથી લઈને ક્રિકેટર શુભમન ગિલ સુધી દરેક સાથે જોડવામાં આવ્યું છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે સારાએ પોતાનો જીવનસાથી પસંદ કરી લીધો છે અને તે બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડીટ પર એક પોસ્ટ જંગલની આગની જેમ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સારા અલી ખાનની સગાઈ એક અમીર બિઝનેસમેન સાથે થઈ ગઈ છે અને હવે તે લગ્ન કરશે. પોસ્ટમાં લખ્યું છે કે સારા અલી ખાનની સગાઈ થઈ ગઈ છે અને તે આ વર્ષે લગ્ન કરશે. તે જલ્દી જ મેટ્રો ધીઝ ડેઝનું શૂટિંગ પૂર્ણ કરશે. તેણે કોઈ નવી ફિલ્મ સાઈન કરી નથી. તે ટૂંક સમયમાં તેના લગ્નની તૈયારીઓ શરૂ કરશે.
પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સારા અલી ખાન જેની સાથે લગ્ન કરવા જઈ રહી છે તે તેને ખૂબ પ્રેમ કરે છે. સારા પણ ખૂબ ખુશ છે અને તેના પરિવારે પણ તેમના સંબંધોને મંજૂરી આપી દીધી છે. જો કે સારા અલી ખાન કે તેના પરિવાર તરફથી આ દાવા અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech