અમીર ઉદ્યોગપતિ સાથે સગાઈ કરી , જલ્દી ફરશે 7 ફેરા
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેની લવ લાઇફને કારણે ચર્ચામાં છે. તેનું નામ ઘણા સેલેબ્સ સાથે સંકળાયેલું છે. જો કે તેણી તેના અંગતજીવન વિશે ક્યારેય ખુલ્લેઆમ વાત કરતી નથી. દરમિયાન સમાચાર આવ્યા છે કે સારા અલી ખાને સગાઈ કરી છે અને આ વર્ષના અંત સુધીમાં તે લગ્ન કરશે. સૈફ અલી ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાન, બોલિવૂડના યુવાન સ્ટાર્સમાંની એક છે. તેમણે ખૂબ જ ટૂંકા સમયમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કર્યા છે. સારા અલી ખાન પોતાની લવ લાઇફ વિશે ખૂબ ચર્ચામાં રહે છે. તેનું નામ કાર્તિક આર્યનથી લઇને ક્રિકેટર શુભમન ગિલ સાથે સંકળાયેલું છે. દરમિયાન સમાચાર આવ્યા છે કે સારાએ તેના જીવનસાથીની પસંદગી કરી છે અને તે ખૂબ જ ટૂંક સમયમાં લગ્ન કરશે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટ તેજીથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સારા અલી ખાન શ્રીમંત ઉદ્યોગપતિ સાથે સગાઈ કરી છે અને હવે લગ્ન કરશે. બહુ જલદી મેટ્રોનું શૂટિંગ સમાપ્ત કરશે. તેણે કોઈ નવી ફિલ્મ પર હસ્તાક્ષર કર્યા નથી. તે ટૂંક સમયમાં તેના લગ્નની તૈયારી શરૂ કરશે.
સારાના પરિવારે મંજૂરી આપી?
આ પોસ્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે જે વ્યક્તિ સાથે સારા અલી ખાન લગ્ન કરવા જઇ રહી છે. તે સારાને ખૂબ જ પ્રેમ કરે છે. સારા પણ ખૂબ ખુશ છે અને તેના પરિવારે પણ બંનેના સંબંધોને મંજૂરી આપી છે. જો કે, આ દાવા અંગે સારા અલી ખાન અથવા તેના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
સારાની કારકિર્દી
સારા અલી ખાને વર્ષ 2018 માં ફિલ્મ 'કેદારનાથ' સાથે બોલિવૂડમાં શરૂઆત કરી હતી, જેમાં દિવંગત સ્ટાર સુશાંતસિંહ રાજપૂત પણ જોવા મળ્યા હતા. જો કે આ મૂવી બોક્સ ઓફિસ પર બહુ ખાસ કમાલ કરી શકી ન હતી.અભિષેક કપૂરની 'કેદારનાથ' કમાણીની દ્રષ્ટિએ સરેરાશ સાબિત થઈ. વર્ષ 2023 માં આવેલી સારા અલી ખાનની 'જરા હટકે જરા બચકે' હિટ હતી. આ સિવાય અભિનેત્રી ઓટીટી પર તરખાટ મચાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech