સારા જૂના બોયફ્રેન્ડ કાર્તિક આર્યન સાથે દેખાતા શુભમનનું પત્તુ કપાયું?

  • February 10, 2023 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સોશિયલ મીડિયા પર સારા-કાર્તિકનો ફોટો વાયરલ થતાં ફેન્સ થયા ખુશ
  • કપલ પહેલીવાર ફિલ્મ લવ આજકલમાં જોવા મળ્યું હતું, પછી સારા ગિલ સાથે દેખાઇ



સારા અલી ખાન(આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં ક્રિકેટર શુભમન ગિલ સાથે અભિનેત્રીનો એક ફોટો વાયરલ થયો હતો, ત્યારબાદ બંનેના ડેટિંગના સમાચારને લઈને ઇન્ટરનેટ પર ઘણી ચર્ચાઓ થઈ હતી. હવે ફરી એક વખત કાર્તિક આર્યન અને સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા. ખાસ કરીને વેલેન્ટાઈન ડે પહેલા એકબીજા સાથે જોઈને ખૂબ જ ખુશ છે અને કોમેન્ટ કરીને તેમના પર પ્રેમ વરસાવી રહ્યાં છે.

તાજેતરમાં શુભમન ગિલે વન ડે અને ટી 20 મેચોમાં સદીઓ ફટકારતા ફેન્સ સ્ટેડિયમમાં જ સારા સારાની બૂમો પાડી રહ્યા હતા. ત્યારે થોડું કન્ફ્યૂઝન તો હતું કે સારા કઇ તેન્ડુલકરવાળી કે ખાનવાળી, પરંતુ સારા કાર્તિક સાથે દેખાતા હવે ધીમે ધીમે પિકચર ક્લિયર થતું હોવાનું લાગે છે. 

સારા અને શુભમન ગિલનો એક ફોટો વાયરલ થયો હતો. વહેતી થયેલી અટકળો પ્રમાણે આ ફોટો અમદાવાદ એરપોર્ટનો હતો. બંને એરપોર્ટ પર સાથે બેઠેલા જોવા મળ્યા હતા. આ ફોટોએ તેમના અફેરના સમાચારનું બીજ રોપ્યું હતુ. પહેલા પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જો કે એક રિપોર્ટ અનુસાર આ ફોટો ખૂબ જૂનો હોવાનું કહેવાય છે.

પરંતુ હવે કાર્તિક આર્યન અને સારા અલી ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કપલ એકબીજા સાથે જોવા મળી રહ્યું છે. આ ફોટોમાં બંને એકબીજાને પ્રેમથી નિહાળતા નજરે પડી રહ્યાં છે. સારા-કાર્તિકને ફરી એકવાર સાથે જોઈને તેમની ડેટિંગની અફવાઓ શરૂ થઈ ગઈ હતી. કાર્તિક અને સારા પહેલીવાર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2 (2020)માં જોવા મળ્યા હતા. આ મૂવી દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા અને તે સમયે ડેટિંગની વાતો વહેતી થઈ હતી.

આ ફોટામાં કાર્તિક આર્યન ચેક્સ શર્ટ અને ડેનિમ સાથે સફેદ ટી-શર્ટ પહેરેલો નજરે ચઢ્યો હતો, જ્યારે સારા અલી ખાન તેના જીમના જ કપડામાં જોવા મળી હતી. આ ફોટો લીક થતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો અને લોકોએ બંને માટે શુભાશિષ સાથે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે.

એક યુઝરે લખ્યું, 'જો તમારી ગર્લફ્રેન્ડ તમને એ રીતે નથી જોતી જે રીતે સારા કાર્તિકને જોઈ રહી છે...તો ચેક કરજો કે શું તે ખરેખર તમારી ગર્લફ્રેન્ડ છે કે નહીં (પ્રેમ કરે છે કે નહીં).' અન્ય યુઝરે લખ્યું, 'બંને એકસાથે પરફેક્ટ લાગે છે. બસ હવે તેમના લગ્ન વિશે સાંભળવા માંગુ છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application