સારા અલી ખાનની ગેસલાઇટ ફિલ્મે અક્ષયકુમારનો રેકોર્ડ તોડ્યો

  • March 17, 2023 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ભૂત પોલીસના ડાયરેક્ટરની ફિલ્મ માર્ચના અંતમાં OTT પર આવશે
  • સસ્પેન્સ ફિલ્મમાં સારા સાથે ચિત્રાંગ્દા સિંહ અને વિક્રાંત મેસી દેખાશે



સારા અલી ખાન, ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ 'ગેસલાઈટ'નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે, જેને લઈને લોકોમાં ભારે એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે. આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મને ફક્ત 36 દિવસમાં શૂટ કરવામાં આવી છે. આ વાતનો ખુલાસો ખુદ ડિરેક્ટર પવન કૃપલાનીએ કર્યો છે. મહત્વની વાત છે કે ફિલ્મનું શૂટિંગ ગુજરાતના વાંકાનેર પેલેસમાં થયુ છે.

 ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતાં જ ડિરેક્ટર પવન કૃપલાનીએ કહ્યુ- 'અમે 36 દિવસમાં ગેસલાઈટનું શૂટિંગ પૂરુ કર્યુ છે. એટલે મર્યાદિત બજેટ અને લિમિટેડ પ્લેસ અને તૈયારી સાથે આ ફિલ્મનું શૂટિંગ કરવું ખૂબ જ સરળ થઈ ગયું હતું.' અક્ષય કુમાર 40 દિવસમાં પોતાની ફિલ્મનું શૂટિંગ પૂરુ કરવા માટે ઓળખાય છે. જ્યારે આ મામલે, ગેસલાઈટની શૂટિંગને ફક્ત 36 દિવસમાં પૂરુ કરીને ટીમે પ્રશંસનીય કામ કર્યુ છે.

ગેસલાઇટના કલાકાર સારા અલી ખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સાથે કામ કરવાના પોતાના અનુભવને યાદ કરતાં ડિરેક્ટરે કહ્યું...

મેં સારા અલી ખાન, વિક્રાંત મેસી અને ચિત્રાંગદા સિંહ સાથે એક મહિના માટે વર્કશોપ કર્યો હતો. બધાએ સરસ કામ કર્યું. તેમણે બધું એટલું સરળ બનાવ્યું કે અમને પરફેક્ટ શોટ્સ મળ્યા.ગેસલાઈટ પહેલા પવન ક્રિપલાનીએ હોરર ફિલ્મ ભૂત પોલીસનું નિર્દેશન કર્યું હતું. જેમાં સૈફ અલી ખાન, અર્જુન કપૂર, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે 2011ની હોરર ફિલ્મ 'રાગિની એમએમએસ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

સારા અલી ખાનની ફિલ્મ ગેસલાઇટ 31 માર્ચે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. સારા, વિક્રાંત અને ચિત્રાંગદા ઉપરાંત અક્ષય ઓબેરોય અને રાહુલ દેવ પણ મહત્વની ભૂમિકા ભજવવાના છે. સારાની આ પહેલી થ્રિલર ફિલ્મ છે જેના માટે તેણી ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય સારા ટૂંક સમયમાં વિકી કૌશલ સાથે 'લુકા છુપી 2' અને અનુરાગ બાસુની આગામી ફિલ્મ 'મેટ્રો ઇન દિનો'માં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application