પત્રકારોના નામના રોપાનું તેમના હાથે થયું વાવેતર

  • November 26, 2024 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર શહેરને ૧૫૦૦૦ વૃક્ષથી હરિયાળુ બનાવવાના મહાઅભિયાનમાં પત્રકારોનું યોગદાન મહત્વનું ગણાવાયુ છે તેથી  પોરબંદરમાં પત્રકારો ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
‘આપણું પોરબંદર ગ્રીન પોરબંદર’ અભિયાન અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાની કામગીરી ધમધમી રહી છે અને ૫૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે ત્યારે તેના આયોજકો રામદેવભાઇ મોઢવાડિયા પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમાર સહિત ટીમ દ્વારા એસ.વી.પી. રોડ ઉપર રામધુન ચોકડીથી રામટેકરી સુધીના વિસ્તારમાં પત્રકારોના નામે અને હાથે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જેમાં પોરબંદરના રિપોર્ટરોના હસ્તે પણ વૃક્ષારોપણ થયું હતું.જેમાં પોરબંદર ‘આજકાલ’ના સહતંત્રી જિજ્ઞેશ પોપટના હસ્તે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર શહેરના પ્રિન્ટ ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કામ કરતા રિપોર્ટરો ના નામે અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરીને તેના ટ્રીગાર્ડ ઉપર જે તે પત્રકારનું નામ જોડવામાં આવ્યું છે.
 અને આ વૃક્ષનો વિકાસ કેવો અને કેટલો થયો તેની તસવીરો પણ સમયાંતરે પત્રકારોને મોકલવામાં આવશે તેમ રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે પોરબંદર શહેરને લીલુછમ્મ બનાવવા માટે ૧૫૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે અને તેના ઉછેરની તમામ જવાબદારી રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમે સંભાળી છે ત્યારે પોરબંદરમાં ચો તરફ હવે હરિયાળી હરિયાળી જોવા મળી રહી છે. પત્રકારોએ પણ તે અંગેની ખુશી વ્યક્ત કરીને હોંશે હોંશે વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અભિયાનના પ્રણેતા રામદેવભાઈ મોઢવાડીયા અને પ્રવીણ ભાઈ ખોરાવ કો ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર, ડો આશિષ સેઠ,પિયુષ ભાઈ મજીઠીયા,ભરતભાઈ ‚ઘાણી, ધવલભાઈ જોશી,હાર્દિક તન્ના, રાજેશ કક્કડ,અશોક ચૌહાણ, ચિરાગ ડાભી, દિનેશ  સાદીયા, સુનીલભાઈ, રાજેન્દ્રસિંહ ગોહિલ, અશ્ર્વિનભાઇઠાકર, પીયુષભાઇ મજીઠીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application