હાલ રાજયભરમાં નકલીની બોલાબાલા ચાલી રહી છે.ત્યારે ગઇકાલે ચુનારાવાડમાં ક્રાઇમબ્રાંચના નામે દાની રેડ પાડવા નીકળેલા નકલી પોલીસમેન સામે થોરાળા પોલીસે ગુનો નોંધી તેની ઘરપકડ કરી હતી.આરોપીની પુછતાછ કરતા તેનો મગજ ભમતો હોય અને તે થોરાળા વિસ્તારમાં પહોંચી ગયો હોવાનું રટણ કયુ હતું અને પોતાને અફસોસનો પાર ન હોવાના પોલીસ સમક્ષ ગાણા ગાયા હતાં.
જાણવા મળતી વિગતો મુબજ, ચુનારાવાડ પાસે આજી નદીના કાંઠે બાપા સીતારામનગરમાં રહેતા વિજયભાઇ વિનુુભાઇ ગોહેલ(ઉ.વ ૨૫) એ થોરાળા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રીના એકાદ વાગ્યે તેના મામાના દીકરા પરાગ ચુનારાવાડમાં બેઠા હતા અને વાતો કરતા હતા તે દરમિયાન એકિટવા ચાલક ત્યા ધસી આવ્યો હતો અને ઉભો રહીને કહેવા લાગ્યો હતો કે મોડી રાત સુધી કેમ જાગો છો ઘરે જઇને સુઇ જાવ જેથી મારા મામાનો દીકરો પરાગ આ શખસને કહેલ કે તમે કોણ છો, અને કયાથી આવો છો જેથી આ શખસે તેની ઓળખ ક્રાઇમબ્રાંચ પોલીસ સ્ટેશનમાંથી આવું છું અને હત્પં ત્યા પોલીસ તરીકે ફરજ બજાવું છું અને કહેવા લાગેલ કે તમે દાનો ધંધો કરો છો, જેથી અમોએ દાનો ધંધો કરતા નથી જેથી તે શખસ ઉશ્કેરાઇ જઇને મને કહેવા લાગેલ કે ચાલ મને તું તાં મકાન બતાવ મારે તારા ઘરની તલાસી લેવી છે. જેથી તેને પોલીસ હોવાનું સમજી મારા ઘેર લઇ ગયો હતો અને તેને મારા ઘરની તલાસી લીધી હતી અને અહી કોણ–કોણ દા વેચે છે. જેથી મે તેને અમારી આજુબાજુવાળા કોઇ દા વેચતા નથી તેમ જણાવ્યું હતું. બાદમાં તેને કહેલ કે તમે ડીસીબી પોલીસ મથકમાં ફરજ બજાવો છો તો તમાં આઇકાર્ડ તો બતાવો જેથી આ શખસ ગલ્લાતલ્લા કરવા માંડયો હતો અને તેનું એકિટવા લઇને ભાગી ગયો હતો.
દરમિયાન લોકો એકઠા થઇ ગયા હતા અને તેનો પીછો કર્યેા હતો જેથી એકિટવા કેસરી હિન્દ પુલ પર સ્લિપ થતા લોકાએ પકડી પોલીસને જાણ કરતા થોરાળા પોલીસે તેની ધરપકડ કરી હતી.પોલીસની પુછતાછમાં આ શખસનું નામ અજય વજુભાઇ સવસાડીયા(ઉ.વ ૨૨ રહે. માધાપર મહાદેવ પાર્ક શેરી નં.૨) હોવાનું માલુમ પડયું હતું.આ શખસ સામે પોલીસે રાજય સેવકની ખોટી ઓળખ આપવાનો ગુનો નોંધાયો હતો. પોલીસની પુછતાછમાં આ શખસે કહ્યું હતું કે, તેનો મગજ ભમતો હોય જેથી તે થોરાળા તરફ નીકળી ગયો હતો.હવે તેને પોતાના આ કૃત્ય બદલ ભારોભાર અફસોસ હોવાના ગાણા પોલીસ સમક્ષ ગાયા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech