શહેરમાં આપઘાત અને આપઘાતના પ્રયાસોના બનાવ ખુબ વધી રહ્યા છે. આપઘાત એ દરેક વાતનું સોલ્યુશન નથી, આત્મહત્યા કરનારો વ્યક્તિ પોતાની જિંદગી ટૂંકાવીને પાછળ રહેલા પરિવારની ચિંતા નથી કરતો. જેના કારણે અંતે પરિવારને પણ ક્ષણે ક્ષણ મરવું પડતું હોય છે.
બિગ બાઝાર પાસે પ્રખ્યાત સંતોષ ભેળના સંચાલક યુવકએ રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક તુલસીબાગ પાસેના હરીનગરમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ગઈકાલે રાત્રે દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
બનાવની પ્રાપ્ત વિગત 150 ફૂટ રીંગ રોડ પર બિગ બાઝાર પાછળ ચંદ્રેશ પાર્કમાં રહેતા અને બિગ બાઝાર સામે જ સંતોષ ભેળ નામની દુકાન ધરાવતા વિમલ છગનભાઇ ટાંક (ઉ.વ.30) નામના યુવકે ગત તા.27ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક તુલસીબાગ પાસેના હરીનગરની દીવાલએ ઝેરી દવા પી લેતા પરિવારજનો શોધખોળ કરતા હતા ત્યારે સ્કૂટર અને વિમલભાઈ ત્યાં જોવા મળતા તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા ચારેક દિવસની સારવાર બાદ ગત રાત્રીના દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસ હોસ્પિટલએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વિમલભાઈ એક ભાઈ બે બહેનમાં નાના હતા અને સંતાનમાં એક દીકરી છે. પ્રાથમિક વિગતોમાં ગૃહક્લેશ અને આર્થિક ભીંસથી પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech