ગળામાં બેલ્ટ, માથામાં ટોપી સાથે અજબ ગજબ દેખાયો અભિનેતા, ફેન્સને સરપ્રાઇઝ
સંજય દત્તે એમનાં જન્મદિવસ પર કેડી- ધ ડેવિલથી એમનો પહેલો લુક રિવીલ કર્યો છે. આ ફિલ્મમાં ધાક દેવાની ભૂમિકામાં જોવા મળશે. જો કે આ લુક શેર કરીને સંજુબાબાએ ફેન્સને મોટી સરપ્રાઇઝ આપી છે.
65 વર્ષની ઉંમરમાં સંજય દત્તની ગજબની ફેન ફોલોઇંગ છે. આજે પણ સંજય દત્તની એક્ટિંગ એટલી જ દમદાર છે. આમ કહી શકાય કે 90નાં દશકમાં જેવી એક્ટિંગ સંજુ બાબાની હતી એવી જ એક્ટિંગ આજે પણ છે. સંજય દત્તની ફેન ફોલોઇંગ સમયની સાથે ઘટી નથી, પરંતુ વધી છે. આ કારણે આજે એ ટોપ બોલિવૂડ એક્ટર્સનાં લિસ્ટમાં ગણાય છે. આજે એક્ટર એનો 65મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. ફેન્સ સંજય દત્તને બર્થડે વિશ કરી રહ્યાં છે. જો કે એક્ટરે ફેન્સનું પૂરેપૂરું ધ્યાન રાખ્યુ છે.
સંજય દત્તની અપકમિંગ ફિલ્મ ‘કેડી - ધ ડેવિલ’ થી નવો લુક રિવીલ કર્યો છે. નવાં કેરેક્ટરથી સંજય દત્તે એની પહેલીં ઝલક બતાવી છે. આ ભૂમિકામાં સંજય દત્ત અજબગજબ અવતારમાં જોવા મળી રહ્યાં છે. આ લુક લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. આ અપકમિંગ ફિલ્મથી સંજય દત્ત ધાક દેવાનાં રોલમાં જોવા મળશે.
મેકર્સે સંજયને લઇને શું કહ્યું?
સંજય દત્તની આ તસવીર એનાં જન્મદિવસે મેકર્સે રિલીઝ કરી છે. જો કે આ ફેન્સ માટે મોટી સરપ્રાઇઝ બની ગઇ હતી. આમ, જેવી રીતે સંજય દત્ત ધ્રુવા સરજાની કેડી -ધ ડેવિલ’ ની એપીક દુનિયામાં શામેલ થયા. આ ફિલ્મ એનાં માટે ખાસ પ્રોજેક્ટ્સમાં ગણવામાં આવે છે.
આ વાત કરતાં ‘કેડી -ધ ડેવિલ’ નાં નિર્દેશક પ્રેમ કહે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંજય દત્તની વિશાળતાને કોણ જાણતું નથી? સંજય દત્ત અનેક પ્રભાવશાળી ભૂમિકાઓની સાથે આવે છે. મુન્ના ભાઇ આજે પણ લોકોનાં દિલમાં રાજ કરે છે.
સામે આવેલાં સંજય દત્તનાં લુકની વાત કરીએ તો એક્ટરનાં ગળામાં બેલ્ટ, માથા પર ટોપી અને હાથમાં છડી જોવા મળી રહી છે. આ જોતાં સ્પષ્ટ થાય છે કે સંજય દત્ત એક પોલીસની ભૂમિકામાં છે, પરંતુ પોલીસવાળા કેવા હોય છે એનો અંદાજો તમે લગાવી શકો છો. સામે આવેલી ઝલકમાં સંજય દત્તનાં મોટા વાળ, દાઢી અને માથા પર તિલક જોવા મળી રહ્યો છે આ સાથે લેપર્ડ પ્રિન્ટનાં શર્ટ ઉપર ડેનિમ જેકેટ કેરી કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech