આજે આઠમી માર્ચ એટલે વિશ્વ આંતરરાષ્ટ્ર્રીય મહિલા દિવસ. મહિલા દિવસે મહિલાઓને આર્થિક, સામાજિક રીતે પગભર થવા માટે પ્રેરક પ્રેરણા આપવામાં આવે છે ત્યારે શારીરિક રીતે પણ મહિલાઓ સ્વસ્થ રહે તે જરી છે. આજે મહિલા દિવસ પર ખાસ રાજકોટની નામાંકિત વોકાર્ડ હોસ્પિટલના જાણીતા ગાયનેક તબીબ ડોકટર શ્વેતા મહેતાએ વિશેષ ઉપયોગી માહિતી આપી છે જેમાં આજકાલ કોસ્મેટીક ગાયનેકોલોજીની અધતન સારવાર શ થઈ છે જેના વિશે મોટાભાગની મહિલાઓ અજાણ છે તે બાબતે તેમને ઉપયોગી અને સમજણપૂર્વક નો માર્ગદર્શન આપ્યું છે આ સારવારના લીધે અનેક એવા રોગ છે કે જેને મહિલાઓ જાહેરમાં બોલી શકતી નથી. જેમાં આ ટ્રીટમેન્ટ સહાયપ બને તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોકટર શ્વેતા મહેતા જેના આઠ વર્ષથી રાજકોટની વોકાર્ડ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ અને કોસ્મેટિક ગાયેનકોલોજીસ્ટ તરીકે ૮ વર્ષથી કાર્યરત છે.
કોસ્મેટીક ગાયનેકોલોજી શું છે.?
ડોકટર શ્વેતા મહેતા જણાવે છે કે કોસ્મેટિક ના આવતાની સાથે જ સામાન્ય રીતે સાૈંદર્ય સાથે આ શબ્દ વણાઈ ગયો છે પરંતુ આ કોસ્મેટિક ગાયનેકોલોજી થી ખાસ કરીને ૧૮ થી ૪૫ વર્ષની મહિલાઓ કવોલીટી ઓફ લાઈફ જીવી શકે છે. આ સારવારના લીધે યોની માર્ગમાં આવતી દ્રાયનેસ, સફેદ પાણી પડવાની સમસ્યા તેમજ ઉંમરના એક પડાવ પર મહિલાઓ યુરીનલ કંટ્રોલ ગુમાવી દે છે જેને સ્ટ્રેસ ઇન કોન્ટીન્સ કહેવામાં આવે છે આ ઉપરાંત મેનોપોઝ વખતે અથવા તો એલજીર્ના લીધે વારંવાર યોનિમાં ખંજવાળ આવી, યોની પહોળી થવી, ગર્ભાશય નીચે આવી જાવ અથવા તો પેશાબની કોથળી નીચે આવી જાવ વગેરે ડીસીઝમાં આ ટ્રીટમેન્ટ આશીર્વાદપ સાબિત થાય છે.
બાળજન્મ, વૃદ્ધત્વ અને અન્ય પરિબળોના પરિણામે પેલ્વિક લોરમાં મહિલાઓના કાર્યાત્મક અને શરીરરચનાત્મક ફેરફારોને સંબોધિત કરે છે. આમાંની ઘણી ક્રીઓ – અમારા દર્દીઓ જેમને આપણે દરરોજ જોઈએ છીએ – પણ જાતીય કાર્ય અને જનનાંગના સાૈંદર્યલક્ષી દેખાવમાં ફેરફારની ફરિયાદ કરે છે. પેલ્વિક લોર સ્પેશિયાલિસ્ટ તરીકે આપણું કર્તવ્ય છે કે આ ચિંતાઓને સમજવી અને તેને દૂર કરવી અથવા શ્રે લાયકાત ધરાવતા સર્જનનો સંપર્ક કરવો.યોનિમાર્ગ પુનજીર્વન (વીઆર) નામ આપવામાં આવ્યું છે, જે યોનિમાર્ગ શિથિલતા સિન્ડ્રોમ (વીએલએસ) ની સારવાર માટે કરવામાં આવે છે. ઘણા વર્ષેાથી તે વૈજ્ઞાનિક રીતે દર્શાવવામાં આવ્યું છે કે પ્રોલેપ્સ જાતીય કાર્યને અસર કરે છે, અને યારે સમારકામ કરવામાં આવે છે, ત્યારે જાતીય કાર્ય સુધરે છે. યોનિમાર્ગ કાયાકલ્પ શક્રક્રિયા (જાતીય કાર્ય માટે યોનિમાર્ગને કડક બનાવવી) એ વીએલએસનું સમારકામ છે જેમાં લાક્ષાણિક પ્રોલેપ્સ સામેલ હોઈ શકે છે અથવા ન પણ હોઈ શકે. આ પ્રક્રિયાઓના શઆતના વર્ષેામાં આ પ્રકારની શક્રક્રિયાને સમર્થન આપવા માટે બહત્પ ઓછા વૈજ્ઞાનિક પુરાવા હતા, જો કે તાજેતરના વર્ષેામાં યોનિમાર્ગના કાયાકલ્પને સમર્થન આપતા વૈજ્ઞાનિક અભ્યાસો સામે આવી રહ્યા છે અને સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિક બેઠકોમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. જો કે, ક્રીઓમાં આ પ્રક્રિયાઓને માન્ય કરવા માટે વધુ ઉચ્ચ સ્તરીય વૈજ્ઞાનિક અભ્યાસ પૂર્ણ કરવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે
કોસ્મેટિક ગાયનેકોલોજી એ ક્રીઓ માટે વૈકલ્પિક સર્જરીની સૌથી ઝડપથી વિકસતી પેટા વિશેષતાઓમાંની એક બની ગઈ છે અને તેમાં ક્રીરોગવિજ્ઞાન, યુરોગાયનેકોલોજી, યુરોલોજી અને પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. વિશેષ ચિના આ ક્ષેત્રમાં વલ્વોયોનિ પ્રદેશના સાૈંદર્યલક્ષી દેખાવને વધારવા માટે કોસ્મેટિક પ્રક્રિયાઓ તેમજ બાળજન્મ અનેઅથવા વૃદ્ધત્વ પછી થતા ફેરફારોને પગલે જાતીય કાર્યને વધારવા અથવા પુન:સ્થાપિત કરવામાં મદદ કરવા માટે કાર્યાત્મક યોનિમાર્ગ સમારકામનો સમાવેશ થાય છે
મેડિકલ વિજ્ઞાનમાં આ કોસ્મેટિક ગાયનેકોલોજિસ્ટ નવી સિદ્ધિ છે
આ વિશેવડોકટર શ્વેતા મહેતાએ જણાવ્યું હતું કે, ગાયનેક વિભાગમાં આ નવું ફિલ્ડ છે. જેનો મતલબ યુવતીઓ કે મહિલાઓના પ્રાઇવેટ પાટર્સની સુંદરતા સુધી સીમિત રહેતો નથી પરંતુ વર્જિયનાપ્લાસ્ટિ,લેબીયોપ્લાસ્ટી ની જેમ સજીર્કલ અને નોન સજીર્કલ રીપેર કરવામાં આવે છે. આ પ્રોસેસ એટલે નોનસજીર્કલ એટલે કે લેઝર મશીન દ્રારા કરવામાં આવે છે.
જેમ કે યોની માં ખંજવાળ આવી, યોની માર્ગમાંથી સફેદ પાણી પડવા, ગર્ભાશય નીચે આવું, ઉધરસ છીંક હસવા કે ચાવવાની પરિસ્થિતિમાં ઘણી વખત મહિલાઓને યુરિન પાસ થઈ જતો હોય છે, વારંવાર યુરીનના ભાગમાં રસી થઈ જાય છે,સેકસ પ્રત્યે અચિ થઈ જવી જેવી અનેકપણ મુશ્કેલીઓ હોય છે ત્યારે લેઝર મશીન દ્રારા સારવાર કરીને આ બધી જ પરેશાની નો અતં લાવી શકાય છે.
મુખ્યત્વે વાત એ છે કે, આ પ્રોસેસમાં સર્જરી કરવાની જર હોતી નથી અને દુખાવો પણ થતો નથી ઓપીડી દ્રારા જ લેઝર મશીન દ્રારા પ્રક્રિયા કરવામાં આવે છે દવા લેવાની જર પડતી નથી, સમસ્યા થતી નથી. અનેક રીતે આ સારવાર મહિલાઓને લગતી સમસ્યાઓમાં સંજીવની પ બને છે.
આજે આંતરરાષ્ટ્ર્રીય મહિલા દિવસ પર ડોકટર શ્વેતા મહેતાએ સંદેશો આપતા જણાવ્યું હતું કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે પરંતુ પોતાના માટે તે કયારેય દરકાર કરતી નથી હેલ્થને લઈને ઘણા પ્રશ્નો હોય છે જેમાં ખાસ કરીને અંગત જીવનમાં તેની સામે આવતી તકલીફ ને તે મૂંગા મોઢે સહન કર્યા રાખે છે પરંતુ જો તેમના ગાયનેકોલોજિસ્ટ પાસે સલાહ લેતો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે અને દર્દમાંથી પણ તેને મુકિત મળી જાય છે. જો આપણે ખુદ સ્વસ્થ હતું તો પરિવાર ને પણ સ્વસ્થ રાખી અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકીશું આથી ડોકટર શ્વેતા મેતા ની મહિલાઓને આજે મહિલા દિવસ નિમિત્તે અપીલ કરવામાં આવી છે કે તેમને રહેલી વ્યકિત કરતાં મુશ્કેલીઓ નું નિરાકરણ પોતાના તબીબને મળી નિદાન કરાવે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech