સર્વેશ્વર ચોક વોંકળાના દુર્ઘટનાગ્રસ્ત સ્લેબનું સેમ્પલિંગ કરવામાં આવ્યું

  • September 26, 2023 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં ડો.યાજ્ઞિક રોડ ઉપરના સર્વેશ્વર ચોકમાં રવિવારે રાત્રે ગણપતિજીના પંડાલ નજીક આવેલા શિવમ કોમ્પ્લેકસ પાસેના વોંકળાનો સ્લેબ ધરાશાયી થતા સર્જાયેલી દુર્ઘટના બાદ વોંકળાના સ્લેબના મટિરિયલમાંથી સિમેન્ટ કોન્ક્રીટ તેમજ સળીયા સહિતનું એફએસએલ દ્રારા સેમ્પલિંગ કરવામાં આવ્યું હોવાનું મ્યુનિ.સુત્રોમાંથી જાણવા મળે છે, યારે મનપા દ્રારા પણ અલગથી સેમ્પલ લઇ લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવનાર છે.વિશેષમાં મ્યુનિ સૂત્રોએ જણાવ્યું હતું કે હવે યાં સુધી કોમ્પ્લેકસનું સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી શિવમ–૧ અને શિવમ–૨ કોમ્પ્લેકસની તમામ દુકાનો અને ઓફિસો બધં જ રાખવાની રહેશે.


સૂત્રોએ ઉમેયુ હતું કે આ કોમ્પ્લેકસમાં એસોસિએશન ઓફ પર્સન્સ પણ નહીં હોવાનું ધ્યાને આવ્યું છે જેથી ત્યાં આગળ કાર્યરત દુકાનો અને ઓફિસોને તેમની પેઢીના નામ જોગ નોટીસની બજવણી કરવામાં આવી છે. હવે એઓપી બનાવવા કાર્યવાહી શરૂ કરી હોવાની ચર્ચા છે.વધુમાં જણાવ્યું હતું કે દુર્ઘટના સ્થળે વોંકળાના સ્લેબમાં વપરાશમાં લેવાયેલા સિમેન્ટ કોન્ક્રીટ, લોખડં સહિતના બિલ્ડીંગ મટિરિયલના સેમ્પલ એફએસએલ દ્રારા લેવાયા છે, દરમિયાન મહાપાલિકા દ્રારા પણ સમાંતર રીતે સેમ્પલ લઇ પરીક્ષણ કરવામાં આવનાર છે.આ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે, કયા કારણોસર સ્લેબ ધરાશાયી થવાની દૂર્ઘટના બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application