બિશ્નોઈ કો બોલું કયા?: સલમાનના સિકયોરિટી ગાર્ડને અજાણ્યા શખસની ધમકી

  • December 05, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોરેન્સ બિશ્નોઈની સલમાનને સતત ધમકીઓ વચ્ચે, એક અજાણ્યો વ્યકિત સલમાન ખાનની શૂટિંગ સાઇટમાં ઘૂસી ગયો હતો અને પૂછપરછ પર કરવા પર એ વ્યકિતએ લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને ધમકી આપવાનો પણ પ્રયાસ કર્યેા.
સલમાન ખાનની સિકયોરિટીમાં મોટી ખામી જોવા મળી રહી છે. સુપરસ્ટારના શૂટિંગ સ્થળે એક અજાણ્યો વ્યકિત ઘુસ્યો હતો બાદમાં યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે વ્યકિતએ લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને તેને ધમકાવવાનો પ્રયાસ કર્યેા હતો.તેને કહ્યું કે બિશ્નોઈ કો બોલું કયા?
સૂત્રોએ જણાવ્યું કે શંકાસ્પદ વ્યકિતને પૂછપરછ માટે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.

વાય પ્લસ કેટેગરીની સુરક્ષા મળી
સલમાન સલમાન ખાનને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા મળખાનના ખાસ મિત્ર અને નેતા બાબા સિદ્દીકીની આ વર્ષે ૧૨ ઓકટોબરે હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. જે બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સુપરસ્ટારને સરકાર તરફથી વાય પ્લસ કેટેગરીની સુરક્ષા મળી છે. તેમના ઘરની બહાર પણ કડક સુરક્ષા વ્યવસ્થા છે.

સલમાન ખાન ધમકીઓ વચ્ચે સતત કામ કરી રહ્યો છે

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જોકે, ધમકીઓ છતાં સલમાન ખાને પોતાનું કામ ચાલુ રાખ્યું છે. અગાઉ યારે તે કડક સુરક્ષા વચ્ચે તેના રિયાલિટી શો બિગ બોસ ૧૮ ના શૂટિંગમાં પાછો ફર્યેા હતો, ત્યારે તેણે સિંઘમ અગેઇન માટે કેમિયો પણ શૂટ કર્યેા હતો. આ સાથે સલમાન ખાને તેની આગામી ફિલ્મ સિકંદરનું શૂટિંગ પણ ચાલુ રાખ્યું છે.

લોરેન્સ બિશ્નોઈ સાથે સલમાન ખાનનો શું છે વિવાદ?
કાળા હરણના શિકારને લઈને સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સુપરસ્ટાર પર આરોપ છે કે તેની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે કાળા હરણનો શિકાર કર્યેા હતો જેને બિશ્નોઈ સમુદાય દ્રારા પૂજવામાં આવે છે. લોરેન્સ બિશ્નોઈએ ઘણી વખત કહ્યું છે કે જો સલમાન ખાન બિશ્નોઈ સમુદાયના મંદિરમાં જઈને માફી માંગે તો તે તેને માફ કરી દેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application