સલમાનની લગ્નની પ્રપોઝલ શર્મિન સહગલે ફગાવી હતી

  • May 17, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હીરામંડીની આ ખૂબસૂરત હસીના ૨ વર્ષની હતી ત્યારે તેને પરણવા માગતો હતો ભાઈજાન

બોલિવૂડ એક્ટ્રેસ શર્મિન સહગલ હાલમાં સંજય લીલા ભણસાલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ હીરામંડી- ધ ડાયમંડ બાજારમાં પોતાના રોલ બાદ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવી છે. તેણે આલમઝેબનો રોલ કર્યો હતો, જેના માટે તેણે ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.તેવામાં હવે એક્ટ્રેસે ખુલાસો કર્યો છે કે, એકવાર સલમાન ખાને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું.જો કે આ બાબત તેને એકદમ હસતા હસતા કરી હતી
તેણે જણાવ્યું હતું કે, તે બાળપણમાં ઘણીવાર પોતાના મામા એટલે કે સંજય લીલા ભણસાલીના સેટ પર જતી હતી. એક કિસ્સો યાદ કરતા એક્ટ્રેસે કહ્યું કે, સલમાન ખાને એકવાર તેને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યુ હતું.

સલમાન ખાનને પહેલીવાર ક્યારે મળી હતી શર્મિન: હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં, શર્મિન સહગલને તે સેલિબ્રિટીનું નામ જણાવવાનું કહેવામાં આવ્યું, જેને તે પોતાના જીવનમાં પહેલીવાર વ્યક્તિગત રૂપે મળી હતી. તેના જવાબમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તે સલમાન ખાન હતો, જેની સાથે તેની મુલાકાત સંજય લીલા ભણસાલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ના સેટ પર થઇ હતી, જ્યારે તે બે વર્ષની હતી.
શર્મિને કહ્યું, ‘હું 2 કે 3 વર્ષની હતી, અને તેમણે પૂછ્યું હતું કે, શું તુ મારી સાથે લગ્ન કરીશ? અને મે કહ્યું ના.!’ સહગલે હસતાં-હસતાં તે કિસ્સો યાદ કર્યો. એક્ટ્રેસે આગળ કહ્યું કે, તે આજે પણ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ના સલમાન ખાનના ‘ઓ ઓ જાને જાના’ની ફેનગર્લ છે. તેણે કહ્યું કે, તે ઉંમરમાં તે સ્પષ્ટરૂપ લગ્નનો અર્થ સમજતી ન હતી અને દરેક વસ્તુ માટે તે ના કહી દેતી હતી.

શર્મિન હાલમાં જ નેટફ્લિક્સ શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં હીરામંડીની કાસ્ટ સાથે જોવા મળી હતી. તેણે જણાવ્યું કે સંજય લીલા ભણસાલીની ભાણેજ હોવા છતાં તેણે આલમઝેબના રોલ માટે 16 વખત ઓડિશન આપવું પડ્યું હતું. ખરેખર કપિલે કહ્યું, શું તેણે ખરેખર તારુ ઓડિશન લીધું હતું કે પછી તે તેમને મામૂ બનાવ્યા હતાં? તેના પર એક્ટ્રસે કહ્યું, તેણે એક વર્ષ સુધી તૈયારી કરી અને 16 વખત ઓડિશન આપ્યા.
અગાઉ, શર્મિને લુક ટેસ્ટની તસવીરો શેર કરી હતી, જેની સાથે તેણે લખ્યું હતું, “આલમઝેબ લુક ટેસ્ટ” અને કેટલાક ઇમોજી પણ શેર કર્યા હતા. થોડા દિવસો પહેલા શર્મિન સહગલને તેની “એક્સ્પ્રેશનલેસ” એક્ટિંગ માટે ઘણી ટ્રોલ કરવામાં આવી હતી, જેના કારણે શર્મિનએ તેની એક પોસ્ટમાં ઈન્સ્ટાગ્રામ કોમેન્ટ્સ ડિસેબલ કરી દીધી હતી, જેના કારણે તે ચર્ચામાં આવી હતી.શર્મિન સહગલે સંજય લીલા ભણસાલીની હીરામંડીમાં આલમજેબની ભૂમિકા ભજવી હતી. ડાયરેક્ટર તેના મામા હોવા છતાં એક્ટ્રેસે કહ્યું હતું કે, સેટ પર તેને કોઇ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી ન હતી. જેવી રીતે અન્ય સ્ટાર્સ શૂટ કરી રહ્યાં હતાં, તેવી જ રીતે હું પણ કરી રહી હતી. શર્મિન સહગલે 2019માં મંગેશ હદાવલેની ‘મલાલ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પછીથી તે 2022માં રિલીઝ થયેલી ‘અતિથિ ભૂતો ભવ’માં સહ-કલાકાર પ્રતીક ગાંધી સાથે જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application