વરલી પોલીસે વોટ્સએપ કોલ કરનારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો
બોલિવૂડ એક્ટર સલમાન ખાનને વધુ એક જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા ફોન કરનારે અભિનેતા પાસેથી 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.વરલી પોલીસે મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર સલમાન ખાન પાસેથી છ2 કરોડની માંગણી કરતા વિવિધ મેસેજ મોકલવા બદલ અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.
અજાણ્યા વ્યક્તિએ સલમાન ખાનને ધમકી આપી છે કે જો તેને પૈસા નહીં ચૂકવવામાં આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રાફિક પોલીસે વરલી પોલીસને આ બાબતની જાણ કરી હતી જેણે આ મામલે ગુનો નોંધ્યો છે અને મોકલનારને શોધવાનું શરૂ કર્યું છે. બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને એનસીપી નેતા ઝીશાન સિદ્દીકીને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ પોલીસે ઉત્તર પ્રદેશના નોઈડામાંથી 20 વર્ષીય યુવકની ધરપકડ કયર્નિા બે દિવસ બાદ આ ઘટના બની છે. આ શખ્સને સોમવારે પકડી પાડવામાં આવ્યો હતો. નિર્મલ નગર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીએ શરૂઆતમાં ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીના હેલ્પલાઇન નંબર પર ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો અને બાદમાં તેના પર વોઇસ કોલ કર્યો હતો, જેમાં તેણે સિદ્દીક અને અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફોન બાંદ્રા ઈસ્ટ સ્થિત ઝીશાન સિદ્દીકની જનસંપર્ક ઓફિસમાં કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech