હાલમાં ટાઇગર 3 મુવી બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. ટાઇગર 3નું ચોથા દિવસનું કલેક્શન પણ જોરદાર રહ્યું છે. ટાઇગર 3 દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે.
સલમાન ખાનની સ્ટારર સ્પાઇ થ્રિલર ફિલ્મ ટાઇગર 3 બોક્સ ઓફિસ પર શાનદાર પરફોર્મ કરી રહી છે. ફિલ્મ 12 નવેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે. બોક્સ ઓફિસ કલેક્શનનો આંકડો જાણીને નવાઇ લાગશે. પહેલાં દિવસની સોલિડ ઓપનિંગ પછી ફિલ્મએ બીજા અને ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે. જો કે મુવીએ ચોથા દિવસે પણ બમ્પર કમાણી કરી લીધી છે.
સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર ટાઇગર 3 એ ચોથા દિવસે 22 કરોડની કમાણી કરી લીધી છે. રિપોર્ટ અનુસાર આ કલેક્શન હિન્દી, તેલુગુ અને તમિલ દરેક ભાષાઓને મળીને છે. જ્યારે ફિલ્મએ ત્રીજા દિવસે 40.05 કરોડની કમાણી કરી હતી. જ્યારે ટાઇગર 3 બીજા દિવસે 55.77 કરોડની કમાણી કરી લીધી હતી. જ્યારે ફિલ્મએ પહેલાં દિવસે 44.5 કરોડ સાથે શાનદાર ઓપનિંગ કર્યુ હતુ.
તેલુગુમાં આ ફિલ્મએ 1.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તમિલમાં ફિલ્મનું કલેક્શન 15 લાખ રૂપિયા રહ્યું છે. આ સાથે સલમાનની ફિલ્મે ચાર દિવસમાં કુલ 168 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મએ 150 કરોડનું આંકડો સૌથી જલદી પાર કરવાના લિસ્ટમાં શામેલ થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, રિલીઝ પહેલાં સલમાન ખાને ટાઇગર 3ને લઇને એના ફેન્સને સ્પોઇલર શેર ન કરવાની રિકવેસ્ટ કરી હતી. ભાઇજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા લખ્યુ હતુ કે..હમે ટાઇગર 3 કો બહુત જૂનુન કે સાથે બનાયા હૈ ઔર જબ આપ ફિલ્મ દેખેંગે તો હમે અપને સ્પોયલર કો બચાને કે લીએ આપ પર ભરોસા કર રહે હૈ. સ્પોઇલર ફિલ્મ દેખને કે લીએ એક્સપીરિયન્સ કો બર્બાદ કર સકતે હૈ. હમે આપ પર ભરોસા હૈ કિ આપ વહીં કરેંગે જો સહી હૈ. હમે ઉમ્મીદ હૈ કિ ટાઇગર 3 હમારી તરફ સે આપકે લિએ સબસે અચ્છા દિવાલી ગિફ્ટ હોગા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech