બ્લોક બસ્ટર ફિલ્મ બજરંગી ભાઇજાન માટે સલમાન ખાન પહેલી પસંદ નહતો

  • May 27, 2023 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સલમાનને ભાઇજાન બનાવનારી ફિલ્મ પહેલાં આમિર અને હૃતિકને ઓફર થઇ હતી
  • ફિલ્મને કબીર ખાન નહીં હૃતિકના પાપા રાકેશ રોશન ડિરેક્ટ કરવાના હતા


સલમાન ખાન માટે વર્ષ 2015 ખૂબ જ લકી સાબિત થયુ હતું. કારણકે, આ વર્ષે તેની ફિલ્મ 'બજરંગી ભાઈજાન' રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાનને એક એક્ટર તરીકે જોરદાર ખ્યાતિ મળી હતી. આ ફિલ્મમાં તેની ફિલ્મોગ્રાફી મુખ્ય હતી.
 
સલમાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન' રિલીઝ થયાની સાથે જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ અને કમાણીના મામલે તેણે ઈતિહાસ રચી નાંખ્યો હતો. પરંતુ, તમને કે જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મ માટે સલમાન ખાન ડિરેક્ટરની પહેલી પસંદ નહતો. પરંતુ, સલમાન પહેલાં આ ફિલ્મની ઓફર આમિર ખાન અને હ્રતિક રોશનને મળી હતી.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર અને હ્રિતીકના રિજેક્ટ કર્યા બાદ આ ફિલ્મની ઓફર સલમાન ખાનને આપવામાં આવી હતી. ફિલ્મ 'બજરંગી ભાઈજાન'ને ફિલ્મ 'બાહુબલી'ના રાઈટર કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખી હતી અને ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, આ ફિલ્મ પહેલાં રાકેશ રોશન ડિરેક્ટ કરવાનો હતો અને તેનો દીકરો હ્રતિક રોશન તેમાં લીડ રોલ કરવાનો હતો.


વિજયેન્દ્ર આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરવાના હતાં જ્યારે રાકેશ રોશન કોઈની પણ સાથે ફિલ્મને કો-પ્રોડ્યુસ કરવા નહતાં ઈચ્છતાં. એવામાં આ ફિલ્મ સલમાન ખાનની પ્રોડક્શન કંપની સલમાન ફિલ્મ્સ અને કબીર ખાનનાં ખોળામાં આવી. આ પ્રકારે રાકેશ અને હ્રતિક રોશન બંનેએ ખુદને ફિલ્મથી દૂર કરી દીધા હતાં.


આ ફિલ્મની ઓફર પહેલા આમિર ખાનને પણ કરવામાં આવી હોવાનું કહેવાય છે. પરંતુ, કોઈ કારણોસર તેણે આ ફિલ્મ માટે ના કહી દીધી હતી. ફિલ્મનું બજેટ 70થી 90 કરોડ હતું અને તેનું વર્લ્ડવાઈડ કલેક્શન લગભગ 918.18 કરોડ હતું. આ ફિલ્મને દુનિયાભરના દર્શકોનો પ્રેમ મળ્યો હતો અને આ ફિલ્મ બાદ સલમાન ખાનને તેના ફેન્સ પ્રેમથી 'ભાઈજાન' કહીને બોલાવવા લાગ્યા હતાં.

'ભાઈજાન'એ ફિલ્મ 'મેને પ્યાર કિયા'થી હીરો તરીકે પોતાના કરિયરની ધમાકેદાર શરુઆત કરી હતી. આ વાતને આજે 54 વર્ષ થઈ ચુક્યો છે અને આજે પણ દર્શકોમાં કોઈમાટે ભાઈ તો કોઈ માટે તેની જાન બનીને બેઠો છે. હાલમાં જ, ઈદના પ્રસંગે તેની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' રિલીઝ થઈ હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application