સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હાલ સમાચાર છે કે સોમી અલી પર હુમલો થયો છે. અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા સોમી અલી પર માનવ તસ્કરીનો ભોગ બનેલી વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તે ઘાયલ થઈ હતી. અભિનેત્રીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે. હાલમાં તે દર્દથી પીડાઈ રહી છે.
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી પર હુમલો
સોમી અલીએ કહ્યું કે હું પીડિતોને બચાવવા માટે પોલીસ સાથે મળીને કામ કરું છું. જ્યાં સુધી તેઓ પીડિતાને ઘરની બહાર ન લઈ જાય ત્યાં સુધી મને મારી કારમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી. 17 વર્ષમાં મારી સાથે આ નવમો હુમલો થયો હતો. અમે તે જ સમયે પીડિતા અને તસ્કરોની રાહ જોઈ રહ્યા હતા, પીડિતાને ખ્યાલ નહોતો કે તે એવા ઘરમાં જવાની છે જ્યાં તેને લાગે છે કે તેને સાફ સફાઈ માટે રાખવામાં આવી છે પરંતુ ત્યાં તસ્કરો પીડિતોને છુપાવે છે.
સોમી અલી પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો
આ ઘટના વિશે વાત કરતા સોમીએ જણાવ્યું કે કેવી રીતે માનવ તસ્કરીનો શિકાર બનેલી મહિલાને બચાવતા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. અભિનેત્રીએ કહ્યું જયારે પીડિતા ઘર તરફ જઈ રહી હતી તો મેં વિચાર્યું કે તેણે ઘરની અંદર ન જવું જોઈએ. કારણ કે જો તસ્કરો પહેલેથી જ ઘરમાં ઘૂસી ગયા હોય તો શું થશે. પોલીસે મને કહ્યું હતું કે તેઓ આવી રહ્યા છે અને ઘર ખાલી હતું. હું મારી કારમાંથી બહાર આવી ત્યારે તસ્કરોએ વારાફરતી ઘર અને અમારા પર હુમલો કર્યો હતો. તેમાંથી એકે મારો ડાબો હાથ પકડ્યો અને તેને મરોડ્યો. ભગવાનનો આભાર માનું છું કે તે માત્ર હેરલાઇન ફ્રેક્ચર હતું, પરંતુ હું ખૂબ પીડામાં છું અને પથારીવશ છું.
તેણે વધુમાં જણાવ્યું કે ડોક્ટરના જણાવ્યા અનુસાર તેને સાજા થવામાં 6-8 અઠવાડિયાનો સમય લાગશે. અલીએ એ પણ જણાવ્યું કે તેના ડાબા કાંડા અને હાથ પર ખૂબ જ સોજો આવી ગયો હતો અને તે તેને હલાવી પણ નહોતી શકતી. તેણે કહ્યું કે હવે તે થોડો સમય આરામ પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 5 શાકભાજી છે કોલેસ્ટ્રોલના દુશ્મન, જો આહારમાં સામેલ કરશો ટો થશે અઢળક ફાયદા
November 20, 2024 01:47 PMકરાચીની જેલમાં મૃત્યુ પામેલ કોડીનાર પંથકના ખલાસીનો મૃતદેહ વતન લવાશે
November 20, 2024 01:36 PMદેશભરમાં અપહરણ અને ખંડણીના ગુન્હામાં સંડોવાયેલા બે ઈસમો સામે લગાડવામાં આવ્યો ગુજ સી ટોક
November 20, 2024 01:34 PMમેથીની ટેસ્ટી કઢી બનાવવાની જાણી લો સરળ રેસીપી, આગળા ચાટતા રહી જશે લોકો
November 20, 2024 01:34 PMસૌરાષ્ટ્રમાં સૌી વધુ ઠંડુ પોરબંદર સાડા ત્રણ ડિગ્રીનો એકસો ઘટાડો
November 20, 2024 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech