ક્રિકેટમાં સિક્સરના બેતાજ બાદશાહ સલીમ દુરાનીએ ફાની દુનિયાને આજે અલવિદા કહ્યું....

  • April 02, 2023 12:09 PM 


@ક્રિકેટમાં સિક્સરના બેતાજ બાદશાહ સલીમ દુરાનીએ ફાની દુનિયાને આજે અલવિદા કહ્યું....


જામનગરના રહીશ અને ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે આજે નિધન થયું છે. તેઓની તબિયત ઘણાં સમયથી નાદુરસ્ત રહેતી હતી. ક્રિકેટર સલીમ દુરાની ભારતના સર્વ પ્રથમ અર્જુન એવોર્ડ જીતનાર ક્રિકેટર હતા તેમજ ક્રિકેટમાં સિક્સરના બેતાજ બાદશાહ હતા. તેમના દુઃખદ અવસાનથી ક્રિકેટ રસિકોમાં ભારે શોક છવાયો છે...



આજે સવારે જામનગર ખાતે સલીમ દુરાનીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના દુઃખદ અવસાનથી ક્રિકેટ રસિકોમાં ભારે દુઃખની લાગણી વ્યાપી છે. સલીમ દુરાની ક્રિકેટ મેચ દરમિયાન પ્રેક્ષકોની ઓન ડિમાન્ડ મુજબ ગ્રાઉન્ડમાં સિક્સર મારવામાં ખૂબ જ વિખ્યાત હતા. સલીમ દુરાનીના અવસાન બાદ તેના સાથી ભારતીય ક્રિકેટર મિત્રો અને ભારતભરમાંથી ક્રિકેટ સેલિબ્રિટીઓ તથા નેતાઓ આગેવાનો દ્વારા તેમના પરિવારજનો સાથે ટેલીફોનિક દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.


છેલ્લા 3 મહિનાથી પગના ફ્રેક્ચરના ઓપરેશન બાદ એમની તબિયત નાજુક રહેતી હતી. જામનગરના ઐતિહાસિક ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ ખાતે પણ તેમના દુઃખદ અવસાન મામલે ત્રણ દિવસનો શોક રાખવામાં આવ્યો છે. આજે સાંજે 5 વાગ્યે તેમની અંતિમ યાત્રા જામનગર ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.... 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application