મ્યુનિ.લાઇબ્રેરીઓમાંથી જુના મેગેઝીનનું મુળ કિંમતના ૧૦ ટકા ભાવે વેંચાણ શરૂ

  • May 05, 2025 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પુસ્તકાલયોમાં સભ્યો માટે ગત વર્ષના જુના મેગેઝીનો તેની મુળ કિંમતના દસ ટકાનાં ભાવથી આજથી વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા સંચાલિત શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલય યુનિટ નં.૧ અને ૨, દતોપંત ઠેંગડી પુસ્તકાલય, મહિલા વાંચનાલય, નાનામવા મલ્ટી એક્ટીવીટી સેન્ટર, આંબેડકર ભવન પુસ્તકાલય, બાબુભાઇ વૈધ લાઇબ્રેરી તેમજ ચાણકય લાઇબ્રેરીનાં સભ્યો માટે ગત વર્ષના જુના મેગેઝીનો તેની મુળ કિંમતના દસ ટકાનાં ભાવથી આજરોજ તા.૫થી તા.૧૪ મે સુધી વેચાણ કરવામાં આવશે.લાભ લેવા ઇચ્છતા સભ્યોને સોમવારથી રવિવાર સવારે ૧૧થી સાંજના પાંચ સુધીમાં શ્રીમતિ પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, કરણપરા ચોક, તથા દતોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ તથા બાબુભાઈ વૈધ લાઈબ્રેરી પેરેડાઇઝ હોલ સામેથી ફક્ત સભ્યપદ ધરાવનારને મળી શક્શે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application