હાઇટેક સોલા સીસીટીવી કેમેરાથી સજ્જ બનતું સલાયા

  • December 20, 2023 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા મરીન પોલીસ સ્ટેશન તથા લોકભાગીદારીથી સલાયામાં પ્રવેશવાના તમામ મુખ્ય રસ્તાઓ ઉપર હાઇટેક સોલાર સીસીટીવી કેમેરા સલાયા મરીન પોલીસ સ્ટેશન તથા લોકભાગીદારીથી મુકી અને સેન્સેટીવ સલાયા ગામને વધુ સુરક્ષિત કરવાના સુંદર આયોજન કરવામાં આવેલ છે, સલાયા બંદર રોડ ઉપરથી ગામના પ્રવેશવાનો મુખ્ય માર્ગ, જામખંભાળીયા હાઇવેને જોડતો સલાયા ગામનો રસ્તો તથા સલાયાને જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોથી જોડતો બારાડી ગેઇટ ઉપર આ સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ કેમેરાથી આ તમામ રોડ ઉપરની હલચલ ડાયરેકટ સલાયા પોલીસ સ્ટેશન, પી.આઇ.ના મોબાઇલ તથા જીલ્લાના મુખ્ય મથક ખંભાળીયા મુકામે, એસઓજીની ઓફિસમાં જોઇ શકાશે તથા સ્ટેશન રોડ ઉપર આવેલ સુપ્રસિઘ્ધ પાળેશ્ર્વર મંદિર ર૪ કલાક સલાયા પોલીસની નિગેબાનીમાં રહેશે. આ સુવિધાથી સલાયાની પ્રજાની સલામતીમાં ખુબ જ વધારો થશે. સલાયા પોલીસના આ લોક ઉપયોગી કાર્યની ખુબ જ પ્રશંસા પ્રજામાં થઇ રહેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application