સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનો 175મો પાટોત્સવનું ભવ્ય આયોજન

  • September 14, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિવારે દાદાના દિવ્ય રથનું જામનગરમાં આગમન,સત્કારવા ભક્તોમાં થનગનાટ:ચાર દિવસ કરશે રોકાણ


આગામી તા. 15-11-2023 થી 22-11-2023 એમ સાત દિવસ સુધી સાળંગપુર ખાતે ભવ્ય અને દિવ્ય 175મો પાટોત્સવ શતામૃત મહોત્સવ યોજવા થઇ રહ્યો છે જેના આમંત્રણ માટે આ બે રથ ઉતર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી રહ્યા છે જેના ભાગરૂપે આ રથ જામનગર ખાતે તારીખ 17-09-2023 ના રોજ 4 દિવસ માટે આવી  પહોંચશે.સ્વામીનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામી દ્વારા આજથી 175 વર્ષ પહેલા સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી ભવ્ય મંદિરનું નિમર્ણિ કરવામાં આવેલ.


સાળંગપુર ખાતે હનુમાનજી સાક્ષાત બિરાજે છે અને લોકોના કષ્ટો અહીં દુર થતા હોવાથી અહીંના હનુમાનજી દાદા કષ્ટભંજન દેવ તરીકે ઓળખાવા લાગ્યા આવતા દિવસોમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શતામૃત મહોત્સવ યોજાવાનો હોય 600 વિઘા જમીનમાં ભવ્ય આયોજનની તૈયારી સાળંગપુર ખાતે થઇ રહી છે. હનુમાનજી મહારાજ ચિરંજીવી છે. હાજરા હજુર છે ત્યારે આ મહોત્સવનું નિમંત્રણ આપવા માટે સમગ્ર ગુજરાતમાં બે રથો રવાના થયા છે.


જે પૈકીનો એક રથ જામનગરમાં આવી પહોંચશે.17-9-2023 થી 20-9-2023 જામનગરમાં શ્રી કષ્ટભંજન દેવ દાદાનો રથ જામનગર ના અલગ અલગ વિસ્તારમાં ફરશે.જેના અનુસંધાને સાળંગપુર ધામથી દાદાના દિવ્ય આશીવર્દિ આપના ઘર આંગણે મળે અને દાદા સ્વયં શતામૃત મહોત્સવનું આમંત્રણ આપતા હોય એવી ભાવના સાથે દાદાનો આમંત્રણ રથ ફરશે.


જે  વ્યક્તિ પોતાના વિસ્તારની જવાબદારી લેવા ઇચ્છતા હોઈ અથવા પોતાના વિસ્તારમાં રથની પધરામણી કરવા ઇચ્છતા હોઈ તો એમનું નામ અને વિસ્તાર આ નંબર પર નોધાવવા પાર્થીક મધુભાઈ પટેલ -8000031138 સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application