સાળગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કરાયો

  • November 20, 2023 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર માં 175 માં શતાબ્દી મહોત્સવમાં મુંબઈના હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ તેમજ સોનાની જનોઈ સહિત કુંડલ અપર્ણ કરવામાં આવ્યો હતો. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ તેમજ સોનાની જનોઈ સહિત અન્ય આભૂષણો અપર્ણ કરવામા આવ્યો.


સુપ્રસિદ્ધ સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર માં 175 માં શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે. અને કથામાં ખુબજ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર જોવા મળી રહ્યો છે. ત્યારે હનુમાનજી દાદાના આ મહોત્સવમાં હજારો હરિભક્તો દ્વારા દાદાને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક સુરતના એક હરિ ભક્ત દ્વારા દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ સહિત દાદાને ગદા, સહિતના આભૂષણ અપર્ણ કરવામા આવ્યો હતો.


હનુમાન દાદાને રોજ મુંબઈના એક હરિ ભક્ત પરિવાર દ્રારા સોનાનો હીરા જડિત મુગટ 1 કિલો સોનાનો તેમજ સોનાની જનોઈ આજે મુંબઈના ઉદ્યોગપતિ દ્રારા અર્પણ કરવામાં આવ્યો હતો. જે એક કિલો સોનામાંથી બનાવાયો છે. આ મુગટમાં મોટા પોપટની ડિજાઇન વાળો રજવાડી મુગટ દાદાના ચરણો માં આજે અર્પણ કરાયો હતો. સાથે કુંડલ પર સોનાના અર્પણ કરેલ છે. તેમજ 1 કિલો પ્યોર સોનાનો આ મુગટ સવા ફૂટ ઉંચો અને 1.5 ફૂટ પહોળો છે. તેમજ કારીગરો દ્રારા હેન્ડ પેઇન્ટિંગ સાથે મીણા કારીગરી કરાઇ છે. તેમજ આ મુગટમાં બે મોટા કમળની ડિઝાઇનને લઈ મુગટ ખૂબ આકર્ષિત લાગે છે. આ સોનાના મુગટમાં 350 કેરેટ લેબરોન ડાયમન્ડ થી જડિત છે. મુગટ બનાવવામાં 18 કારીગરોને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. મુંબઈ હરિભક્તએ મુગટ સહિત અન્ય આભૂષણો દાદા અપર્ણ કરતા સમયે ખૂબ આનંદ મય માહોલમાં જોવા મળ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application