ભવનાથ મહાશિવરાત્રી મેળામાં રવેડીમાં પગપાળા જોડાવાનો બે અખાડાના સંતોનો નિર્ણય

  • February 20, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં ભવના તળેટી ખાતે મહાશિવરાત્રી મેળાને લઇ સંતો મહંતોની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ વર્ષે મેળાના મુખ્ય આકર્ષણ ગણાતા રવેડીમાં પણ આ વખતે બદલાવની તૈયારીઓ વાની શક્યતા સેવાઈ રહી છે.

મહાશિવરાત્રી મેળામાં બગીને બદલે ચાલીને રવેડી માં જોડાવા બે અખાડાઓનું સર્મન આપતા આ વર્ષે મેળામાં રવેડીમાં સંતો મહંતો તળેટીમાં પગપાળા ફરી ભાવિકોને દર્શન આપશે.ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વર્ષે સંતો મહંતોની યોજાયેલી બેઠકમાં ત્રણ અખાડાઓ માંી બે અખાડાઓ એ રવેડીમાં નહીં નીકળવા અંગે સહમતિ દર્શાવી છે.

કમંડળ કુંડના મહંત મહેશ ગીરી બાપુના જણાવ્યા મુજબ ભવના તળેટી ખાતે મહાવદ નોમના દિવસે શિવરાત્રી મેળાનો પ્રારંભ વાનો છે ત્યારે મેળાના આયોજન માટે સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં અગાઉ બેઠક યોજાઈ હતી ત્યારે વિવિધ આગેવાનો અને સંતો દ્વારા માગણીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે આ વખતે શિવરાત્રીના મેળામાં રાત્રે નીકળતી રવેડીમાં સાધુ સંતો બગીમાં નહીં બેસવાનો નિર્ણય કરાયો હતો આ નિર્ણયને બેઠક દરમિયાન ત્રણમાંથી  બે અખાડાઓ એ સર્મન આપ્યું હતું જેમાં જુના અખાડા આહવાન અખાડા અને અગ્નિ અખાડાના સાધુ-સંતો રવેડીમાં સામેલ તા હોય છે જેમાં આ વર્ષે આહવાન અખાડા અને અગ્નિ અખાડાના સંતોએ બગીના બદલે ચાલીને જોડાવાનું સર્મન આપ્યું હતું. આ ઉપરાંત ગિરનાર ઉપર પાણીના મુદ્દે તાત્કાલિક તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. મેળામાં લાખો ભાવિકો આવતા હોય ત્યારે ટૂંકી જગ્યામાં મેળાનું આયોજન તું હોય જેી કોઈ અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના બને તેવા સમયે ઇમર્જન્સી એક્ઝિટ માટેની તાત્કાલિક વ્યવસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત રવેડી યાત્રામાં માત્ર સંતો મહંતો પૂરતી રાખવામાં આવે તે અંગે પણ સંતોએ માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application